ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર: 24 કલાક દરમિયાન ભારે પવન સાથે રહેશે અતિભારે વરસાદ

Published on Trishul News at 10:56 AM, Mon, 27 September 2021

Last modified on September 27th, 2021 at 10:56 AM

અમદાવાદ(ગુજરાત): હાલમાં બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું(Cyclone Gulab) બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. જાણવા મળ્યું છે કે, તે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત(Gulab Effect on Gujarat) સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડા(Cyclone)ને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી(Gujarat weather forecast) અનુસાર, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ(heavy rainfall in Gujarat) પડવાની શક્યતા રહેલી છે.

28-29 ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ, 27મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પવન સાથે આવશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, 29 સપ્ટેમ્બરના રોજ 40 થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

30 સપ્ટેમ્બરે વરસાદની આગાહી
આગાહી અનુસાર, 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. 27 સપ્ટેમ્બરે સવારે બેસે છે. આથી આથી હસ્ત નક્ષત્રમાં તા.27 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર: 24 કલાક દરમિયાન ભારે પવન સાથે રહેશે અતિભારે વરસાદ"

Leave a comment

Your email address will not be published.


*