દિલ્હીમાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ લગભગ નક્કી

Published on: 1:03 pm, Fri, 22 October 21

ગુજરાત(Gujarat): દિલ્હી(Delhi)માં આજે રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ(Hardik Patel) તેમજ જીગ્નેશ મેવાણી(Jignesh Mewani) સાથે વાતચીત કરી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આગામી સમયમાં કઈ રીતે તૈયારી કરવી તેની પણ અલગથી રણનીતિ ઘડવામાં આવી છે.

હાર્દિક પટેલ બન્યા કેમ્પેઈન કમીટીના ચેરમેન:
આ મહત્વપૂર્ણ બેઠકમાં હાર્દિક પટેલને કેમ્પેઈન કમીટીના ચેરમેન બનાવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના વિષયને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, શક્તિસિંહ ગોહિલ(Shaktisinh Gohil)નું નામ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે. ત્યારે અંગેનો નિર્ણય આગામી 2 થી 3 દિવસમાં લેવામાં આવશે.

2 થી 3 દિવસમાં પ્રદેશ પ્રમુખને લઈને લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય:
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હાલ એકશન મોડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે અગામી 2 થી 3 દિવસોમાં પ્રદેશ પ્રમુખને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવશે. આજે જે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં જે બેઠક યોજાઈ હતી તેમા જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની સ્થીતી વિશે જણાવ્યું હતું.

હાર્દિક પટેલે કોંગ્રસનું પ્રમુખ પદ વિડ્રો કર્યું:
આ બેઠકમાં સૌથી મહત્વની વાત એ છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસનું પ્રમુખ પદ વિડ્રો કર્યું છે. તો સાથે જ બીજી તરફ રાહુલ ગાંધી એવું કહ્યું કે, ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા ખુબ જ મજબૂત છે. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં રાહુલ ગાંધીએ સીનયર નેતાઓનો ઉઘડો પણ લીધો હતો તેવું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.