વિજય સુવાળાના રાજીનામાં બાદ મહેશ સવાણીએ BJPમાં જોડાવાને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): જાણીતા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala)નો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયાના સાત મહિનામાં જ વિજય સુવાળા રાજીનામુ…

ગુજરાત(Gujarat): જાણીતા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala)નો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયાના સાત મહિનામાં જ વિજય સુવાળા રાજીનામુ આપીને ભારતીય જનતા પાર્ટી(BJP)માં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આમ આદમી પાર્ટીની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દેશનો દરેક નાગરિક સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો હોય તે પ્રમાણે તે વ્યક્તિ કામ કરતા હોય છે. વિજય સુવાળા સાથે આમ આદમી પાર્ટી નેતા મહેશ સવાણીએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં હજુ ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવતા કહ્યું હતું, કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટે પુરતો સમય આપી શકતો નથી. એટલે હું આમ આદમી પાર્ટી પાર્ટીમાંથી રાજીનામું આપું છું.

વિજય સુવાળાની ભારતીય જનતા પાર્ટીની એન્ટ્રી અને બીજી બાજુ મહેશ સવાણીને જ્યારે પુછવામાં આવ્યું કે, ભવિષ્યમાં તમને ભારતીય જનતા પાર્ટી મોકો આપે તો તમે જોડાશો તો તેના પર તેમને હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર તેમના જવાબ પરથી જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને લાગી રહ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં આમ આદમી પાર્ટી છોડી શકે છે અને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

ભાજપના જોડીને જુઓ વિજય સુવાળાએ શું કહ્યું:
વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોચી ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ કહ્યું હતું કે, હું મારા ઘરે પાછો ફર્યો છું. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *