શું ફરીએકવાર સમગ્ર ગુજરાત થશે લોકડાઉન?- નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાતમાં વધતા કેસને કારણે લોકોમાં એક ફફટાડ છે કે શું ફરીથી ગુજરાતમાં લોકડાઉન થશે? એમાં પણ ઓછામાં વધતા સમાચાર આવ્યા કે સરકારે બોર્ડર સીલ કરી…

ગુજરાતમાં વધતા કેસને કારણે લોકોમાં એક ફફટાડ છે કે શું ફરીથી ગુજરાતમાં લોકડાઉન થશે? એમાં પણ ઓછામાં વધતા સમાચાર આવ્યા કે સરકારે બોર્ડર સીલ કરી છે. જેથી લોકોના મનમા વધારે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોરોના ટેસ્ટ મામલે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગુજરાતમાં લોકડાઉન મામલે જવાબ આપ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત કોરોનાના સંક્રમણથી સૌથી ખરાબરીતે પ્રભાવિત થનારા રાજ્યોમાં સામેલ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત એવું રાજ્યું હતું જ્યાં ખુબ જ ઝડપથી કોરોના સંક્રમણ ફેલાયું અને અહીં પર વાયરસના કારણે મૃતકોનો દર સતત ચિંતાનો વિષય રહ્યો છે. તો લૉકડાઉન બાદ અનલૉકમાં છુટછાટ આપવામાં આવી છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી એવી વાત ચાલી રહી છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવાને લીધે ગુજરાતમાં ફરીએકવાર લોકડાઉન થઇ શકે છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન અંગે ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે. દરેક રાજ્યોની અલગ સ્થિતિ છે. રાજસ્થાન સરકારે બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે. ગુજરાત સરકાર હાલમાં લોકડાઉન લંબાવવા અંગે કે તેમાં ચેન્જ કરવા અંગે કોઇ વિચારણા નથી કરી રહી. નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તો લોકોની આવકમાં વધારો થાય, એટલે છૂટછાટ આપી છે. પરંતુ સાથે જ તેમણે કહી દીધું હતું કે, તમામ નિયમોનું પાલન કરવું જોઇએ. જ્યારબાદથી રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને એવી અફવાઓ વહેતી થઇ હતી કે ગુજરાતમાં લૉકડાઉન ફરી લાગૂ થશે. ત્યારે હવે આ અફવાનો અંત આવ્યો છે.

નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં લૉકડાઉનની કોઈ વિચારણા નથી. પરંતુ દરેક નાગરિકે છૂટછાટમાં નિયમનું પાલન કરવું જરૂરી છે. આગળ વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાન સરકારે પરિસ્થિતિના આધારે બોર્ડર સીલ કરી છે. એ જોઈને કેટલાક લોકો ખોટી અફલા ફેલાવે છે કે, ગુજરાતમાં પણ લોકડાઉન વધવાનું છે. પરંતુ હાલમાં સરકારની કોઈ જ આવી વિચારણા નથી કે લોકડાઉન વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *