ગુજરાતમાં 80 ટકા સરકારી સ્કૂલોમાં શિક્ષકો ક્લાસની બહાર જ હોય છે- જાણો કોણે કર્યા સરકાર પર આક્ષેપ

Published on Trishul News at 5:01 PM, Sat, 4 December 2021

Last modified on December 4th, 2021 at 5:49 PM

ગુજરાત(Gujarat): રાજ્યમાં દિન-પ્રતિદિન શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં શિક્ષણ મામલે સરકારી સ્કૂલો(Government schools)માં વિદ્યાર્થીઓને ભણતર આપવાની જગ્યાએ શિક્ષકો અન્ય સરકારી કામોમાં વધુ લાગેલા હોય તેવું માનવામાં આવે છે. દિલ્હીના શિક્ષણવિદ અને આમ આદમી પાર્ટી(AAP)ના દિલ્હીના મહિલા ધારાસભ્ય આતિશી સિંગ(Atishi Singh) આજથી બે દિવસ ગુજરાતના મુલાકાતે આવ્યા છે. જેમાં તેમણે ગુજરાત તેમજ દિલ્હીના શિક્ષણ તેમજ સરકારી સ્કૂલો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

દિલ્હીના ધારાસભ્ય આતિશીએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષકોને સમયસર પગાર આપવામાં આવતો નથી. વધુમાં તેમણે કહ્યું કે, શિક્ષકો પાસે સરકારી અને રાજકીય કામો વધુ કરાવવામાં આવે છે ગુજરાતમાં સ્કૂલોની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ લાગી રહી છે. ધીમે ધીમે સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે અંદાજે રાજ્યમાં 6000થી પણ વધુ સ્કૂલો બંધ થઈ ચૂકી છે. કારણ કે, સરકાર સ્કૂલ ચલાવવા સક્ષમ નથી.

80 ટકા જેટલી સરકારી સ્કૂલોમાં શિક્ષકો ક્લાસની બહાર જોવા મળે છે અને શાળામાં પીવાનું પાણી નથી તેમજ જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી. ગુજરાતમાં સરકારી સ્કૂલની હાલત એટલી ખરાબ છે કે, લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર નથી. વધુમાં ઉમેર્યું છે કે, શિક્ષકો વહીવટી અને સરકારી તેમજ રાજકીય કામોમાં વધુ લાગેલા જોવા મળે છે. ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં બાળકોને ભણાવવા સિવાય બધું કરવામાં આવે છે. આ જ એક સાચી વાસ્તવિકતા છે.

વધુમાં દિલ્હીના ધારાસભ્યએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો એટલા માટે આગળ નથી આવતા કારણ કે રાજ્ય સરકાર સ્કૂલોને સરખી જ કરવા નથી માંગતી. સરકારી સ્કૂલોને સારી બિલ્ડીંગ આપવી એ કઈ ચંદ્ર પર મોકલવા જેવી મોટી વાત તો છે નહિ?. શિક્ષકોને પગાર આપવો, ક્લાસરૂમમાં સફાઈ, ડેસ્ક વગેરે કોઈ મુશ્કેલભર્યું કામ તો છે નહિ. પરંતુ રાજ્ય સરકાર જ કઈ કરવા નથી માંગતી. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે શું તેઓ ઈચ્છે તો સરકારી સ્કૂલો સરખી ન કરી શકે? પરંતુ મોટી સમસ્યા એ છે કે, મોટામોટા નેતાઓની ખાનગી સ્કૂલો, કોચિંગ કલાસ અને કોલેજો ચાલી રહ્યા છે. જેથી કોઈ ઈચ્છતું જ નથી કે સરકારી સ્કૂલોમાં સુધારો લાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગુજરાતમાં 80 ટકા સરકારી સ્કૂલોમાં શિક્ષકો ક્લાસની બહાર જ હોય છે- જાણો કોણે કર્યા સરકાર પર આક્ષેપ"

Leave a comment

Your email address will not be published.


*