આજે ફરી ED કરશે રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસ નેતાઓના હંગામાને જોઈ લાગુ થઇ 144

Published on Trishul News at 12:54 PM, Tue, 14 June 2022

Last modified on June 14th, 2022 at 12:54 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આજે ફરી EDએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. સોમવારના રોજ રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી તેથી આજે ફરી રાહુલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે.

સોમવારે EDની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ જે રીતે હંગામો મચાવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આજે અકબર રોડ પર સંપૂર્ણ રીતે બેરિકેડ લગાવી દીધા છે. અકબર રોડ પર બંને તરફ ડબલ લેયર બેરીકેટ્સ કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે દિલ્હી પોલીસે અકબર રોડ પર કલમ ​​144 લગાવી દીધી છે, જેથી ભીડ એકઠી ન થઈ શકે.

રાહુલ ગાંધી સવાલોના જવાબ આપી શક્યા ન હતા –
નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં સોમવારે રાહુલ ગાંધીની એક દિવસ માટે પૂછપરછ કરવામાં આવી હતી. અહેવાલ છે કે આ દરમિયાન રાહુલ ગાંધી ઘણા સવાલોના જવાબ આપી શક્યા ન હતા. જે કંપની પાસેથી એક કરોડની લોન આવી હતી તે શેલ કંપનીના માલિકો વિશે જાણવાનો રાહુલ ગાંધીએ ઇનકાર કર્યો હતો. સાંજ સુધીની પૂછપરછ દરમિયાન કેટલાક સવાલોના જવાબમાં રાહુલે કહ્યું કે હું મારા લોકોને પૂછીને કહીશ.

કોંગ્રેસના નેતાઓએ કર્યું શક્તિ પ્રદર્શન –
સોમવારે સવારે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટરથી ED ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા અને તેમની સાથે સંવેદના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો, જેમાંથી ઘણાની પોલીસે અટકાયત પણ કરી હતી. અહીં કોંગ્રેસની સૂચિત કૂચને ધ્યાનમાં રાખીને, પોલીસે પાર્ટીના ઘણા કાર્યકરોની અટકાયત કરી અને કોંગ્રેસ મુખ્યાલયની આસપાસ કલમ 144 લગાવી દીધી.

રાહુલ ગાંધીની EDની પૂછપરછના વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે ઘણા મોટા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ પછી, સોમવારે રાત્રે, દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે તમામ પ્રદર્શનકારીઓને છોડી દેવામાં આવ્યા છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે કુલ 459 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

અશોક ગેહલોતે કેન્દ્ર પર નિશાન સાધ્યું –
દિલ્હીમાં રાહુલ ગાંધીને સમર્થન આપવા આવેલા રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું કે આ પ્રકારનું વર્તન સારું નથી, લોકોને તે ગમશે નહીં. જો કાયદો તેનો માર્ગ અપનાવે તો કોઈને કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ અમને ED, CBI અને ITના દુરુપયોગ સામે વાંધો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધી પરિવારની પૂછપરછ એ ‘યંગ ઈન્ડિયન લિમિટેડ’ (YIL) અને ‘એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ’ (AJL)ના હિસ્સાની પેટર્ન, નાણાકીય વ્યવહારો અને પ્રમોટરોની ભૂમિકાને સમજવા માટે EDની તપાસનો એક ભાગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આજે ફરી ED કરશે રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસ નેતાઓના હંગામાને જોઈ લાગુ થઇ 144"

Leave a comment

Your email address will not be published.


*