ગોંડલમાં વૃદ્ધાનો ખુલ્લેઆમ કરી રહી છે દેશી દારૂની પોટલીનો વેપલો, સોશિયલ મીડીયા પર વાઈરલ થયો વિડીયો

Published on: 3:07 pm, Mon, 18 October 21

ગુજરાત: હાલમાં જયારે એક બાજુ સમગ્ર રાજ્યમા દારૂબંધી છે ત્યારે બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દેશી તથા વિદેશી દારૂનો વેપલો ખુલ્લેઆમ થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલમાં એક વૃદ્ધા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો ગોંડલ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં વૃદ્ધા ગ્રાહકોને કહી રહી છે કે, વાતો કરવી હોય તો દૂર જાવ.

પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠ્યા:
રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલમાં જાહેરમાં જ ખુલ્લામાં બેસીને શેરીમાં એક વૃદ્ધ મહિલા દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો ગોંડલ શહેરમાં આવેલ ભગવતપરા વિસ્તાર શેરી નંબર 19/12નો હોવાનું સામે આવી રહ્યું છે.

in gondal an old man openly sold a bag of desi liquor1 - Trishul News Gujarati gondal, gujarat, rajkot, rajkot police, video viral, viral, ગુજરાત, ગોંડલ, રાજકોટ, વાયરલ વિડીયો

આની સાથે જ આ વીડિયોમાં વૃદ્ધ મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનું તેમજ વાતો કરવા માટેની મનાઈ કરી રહી છે. વાતો કરવી હોય તો દૂર જાવ તેવું પણ કહી રહી છે. આ વાઇરલ વીડિયો પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉભા કરી રહી છે.

વીડિયો ક્યારનો તે તપાસનો વિષય બન્યો:
રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો ખુબ વાઇરલ થયો હોવાનો વીડિયો ક્યાં સમયનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વાઇરલ વીડિયો પોલીસની કામગીરી સામે પ્રશ્ન જરૂરથી ઉભા કરી રહ્યા છે.

એક બાજુ સમગ્ર રાજ્યમાં દારૂબંધીની વાતું ચાલી રહી છે જયારે બીજી બાજુ બુટલેગરો તથા આવી કેટલીક વ્યક્તિઓ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા હોય એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે આવી ઘટનાઓને લઈ સરકાર કઈપણ એક્શન લઈ રહી નથી એવું લાગી રહ્યું છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati gondal, gujarat, rajkot, rajkot police, video viral, viral, ગુજરાત, ગોંડલ, રાજકોટ, વાયરલ વિડીયો