ગતિશીલ ગુજરાતની કડવી હકીકત: એમ્બ્યુલન્સ ન મળતા હાથલારીમાં મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો

Published on: 4:58 pm, Thu, 8 April 21

સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. બીજી બાજુ વડોદરામાં કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે એમ્બ્યુલન્સ પરનુ ભારણ પણ સતત વધતું જઈ રહ્યું છે. આવાં પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આજે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક મહિલાનુ મોત થયા પછી એમ્બ્યુલન્સના પણ ફાંફા પડયા હતા. જેને કારણે મૃતદેહને હાથ લારીમાં સ્મશાને લઈ જવાનો વારો આવ્યો હતો.

મૃતદેહને સ્વજનોને હાથ લારીમાં સ્મશાને લઈ ગયાં:
શહેરમાં કોરોનાના કેસ એટલી હદે વધતાં જઈ રહ્યાં છે કે, ટપોટપ લોકોના મોત થઈ રહ્યાં છે. સ્મશાનની સાથે જ હવે અંતિમ વિધી કરવાં માટે આવતી અંતિમ વાહિનીનું પણ વેઇટીંગ હોવાને લીધે મૃતકના પરિવારજનોને ખૂબ રાહ જોવી પડી રહી છે.

શહેરમાં આવેલ નાગરવાડા શાકમાર્કેટમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થતા મૃતકની અંતિમ યાત્રા માટે અંતિમ વાહિનીની રાહ જોઇ જોઇને થાકેલા પરિવારજનો છેવટે લારીમાં અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યાં હતાં. નાગરવાડામાં શાક માર્કેટ નજીક રહેતા શાંતાબહેન નામના મહિલાનુ અન્ય બીમારીથી મોત થતાં સ્વજનોએ એમ્બ્યુલન્સને બોલાવી હતી.

in gujarat the body was taken in a handcart trishul news 1 - Trishul News Gujarati Breaking News

એમ્બ્યુલન્સે આ મહિલા કોરોનાથી મોત નિપજ્યા હોવાનુ જણાવ્યું હતુ તેમજ મૃતદેહ લઈ જવાની ના પાડી દેવામાં આવી હતી. આની સાથે જ એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ જવામાં આવતા નથી. બીજી બાજુ મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમે એમ્બ્યુલન્સ માટે ખુબ પ્રયાસ કર્યા હતા.

હિન્દુ ધર્મ પરંપરા મુજબ 7 વાગ્યા પહેલા અંતિમ સંસ્કાર કરવાના હોવાથી અમે હાથલારીમાં લાશને લઈ કારેલીબાગમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં પહોંચી ગયાં હતા. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યુ છે તેમજ મોતનો મલાજો પણ જળવાતો નથી.

એક બાજુ રાત્રિ કરફ્યુનો માહોલ હતો જયારે બીજી બાજુ માર્ગ સાવ સૂમસામ હોવાથી લારી પર મૃતદેહને લઇ જનાર મૃતકના પરિજનોની હાલતને જોઇ કોઇનું પણ કાળજું કંપી જાય ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ગુજરાત મોડેલની આ જ સ્થિતિ છે કે, જ્યાં અંતિમ યાત્રા કાઢવા માટે પણ પૂરતી માત્રામાં અંતિમ વાહિનીઓની અછત સર્જાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.