ગુજરાતમાં ખેડૂત આંદોલન શરુ થવાના એંધાણ, શંકરસિંહ વાઘેલાએ બોલાવી તાબડતોડ મીટીંગો

છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં ખેડૂતો રસ્તા ઉપર આંદોલન કરી રહ્યા છે. ત્યારે કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં…

છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં ખેડૂતો રસ્તા ઉપર આંદોલન કરી રહ્યા છે. ત્યારે કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત તારીખ 4થી એપ્રિલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા તરફથી ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાત કરાવવામાં આવી રહી છે.

રાકેશ ટિકેત બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે
ખેડૂત આંદોલનને વેગ આપતા ખેડૂત નેતા રાકેશ ટિકેત બારડોલી અને પાલનપુરમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે. દરમિયાન,અમદાવાદની મુલાકાતે આવેલાં સંયુક્ત કિસાન મોર્ચાના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહની પોલીસે પત્રકાર પરિષદ સ્થળે જ અટકાયત કરી હતી.

આજરોજ કૃષિ કાયદો રદરવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલાં ખેડૂત આંદોલનના ખેડૂત નેતા યુદ્ધવીંર સિંહ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આમંત્રણને પગલે અમદાવાદ આવ્યા હતાં. પત્રકાર પરિષદ સંબોધતાં યુદ્ધવીરસિંહે કૃષિ કાયદો ખેડૂતો માટે નુકશાનદાયી છે હોવાનું ગણાવી જણાવ્યું કે, બીજ બિયાણ, ખાતર બનાવતી કંપનીઓ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી. ડિઝલના ભાવ ખુદ સરકાર વધારી રહી છે ત્યારે ખેડૂત કેવી રીતે જીવશે તે સમજાતુ નથી. એક ખેડૂતે તો ટ્વિટ કર્યું કે, મને મકાઇના અત્યારે જે ભાવ મળ્યાં તેના કરતાં વધુ ભાવ તો વર્ષ 1972માં મારા પિતાના વખતમાં મળતા હતાં.

ખેડૂત આંદોલનના ખેડૂત નેતા યુદ્ધવીંર સિંહ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે આજરોજ તાબડતોડ મીટીંગ બોલાવવામાં આવી હતી. શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા રાજસ્થાનની નજીક જિલ્લો છે. રાજસ્થાનથી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. સરકારે ખેડૂતોને મોટો ફાયદો થશે તેવા વાયદા કર્યા છે. બનાસકાંઠાના ખેડૂતો બટાકા રોડ પર નાખી રહ્યા છે. તંત્ર મંજૂરી ન આપે તો પણ ગુજરાતમાં પ્રવાસ યોજાશે.

અત્રે ઉલેખનીય છે કે, કોંગ્રેસમાં જોડાવાની વાત પર શંકરસિંહ વાઘેલાએ મૌન સેવી લીધુ હતુ અને જણાવ્યું હતુ કે, સમય આવે ત્યારે બતાવીશ. અત્યારે એ સમય નથી. સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.

કેન્દ્ર સરકાર કૃષિ કાયદો રદ નહી કરે ત્યાં સુધી આંદોલન જારી રહેશે: ખેડૂત નેતા યુધૃધવીર સિંહ
યુધૃધવીર સિંહ એવી ચિમકી ઉચ્ચારી કે, જયાં સુધી કેન્દ્ર સરકાર કૃષિ કાયદો રદ નહી કરે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. પત્રકાર પરિષદ અટકાવી પોલીસે ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની અટકાયત કરી હતી. ખેડૂત નેતા સહિતના સમર્થકોને અટકાયત કરી શાહીબાગ સ્ટેડિયમ લઇ જવાયા હતાં.

ખેડૂત નેતા યુદ્ધવીરસિંહે રાકેશ ટિકેતના ગુજરાત પ્રવાસને લઇને વિગત આપી હતી. આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેત તા.4થી એપ્રિલે સવારે દસ વાગે અંબાજી આવશે. અંબાજી મંદિરે દર્શન કરી તેઓ પાલનપુર ખાતે ખેડૂત સંમેલનને સંબોધન કરશે. ટિકેત ઉંઝા ઉમિયા મંદિરે પણ દર્શન કરવા જશે.

તારીખ 5મી એપ્રિલના રોજ સવારે 8 વાગે રાકેશ ટિકેત ગાંધીઆશ્રમની મુલાકાત લેશે ત્યાંથી તેઓ કરમસદ જશે. બારડોલીમાં ટિકેત ખેડૂત સંમેલનને સંબોધન કરશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાન યુદ્ધવીરસિંહની અટકાયતને વિરોધ કરતાં કહ્યું કે, પોલીસ ભાજપના કાર્યકર્તાની જેમ વર્તી રહી છે પણ સત્તા તો આજે છે ને કાલે નથી. ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારાંને પગલે ભાજપ સરકાર ચિંતિત બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *