ચુંટણી પહેલા રાહુલ ગાંધી ચાલ્યા મોટી ચાલ: ગુજરાત કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ બે યુવા નેતા- જાણો કોણ?

Published on: 2:17 pm, Sun, 19 September 21

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીએ પોતાની તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. પછી કે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે, આમ આદમી પા(AAP)ર્ટી હોય. તમામ પાર્ટીઓ તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ રહી છે. ત્યારે હવે આગામી ચુંટણીમાં જોવાનું એ રહ્યું કે કઈ પાર્ટી બાજી મારે છે.

ગુજરાત રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સત્તા પાર્ટી દ્વારા અગાઉથી જ નેતૃત્વમાં પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. સાથે જ મંત્રીમંડળના મંત્રીઓને પણ બદલી કાઢવામાં આવ્યું. ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ આ વખતે સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસ દ્વારા પણ પુરજોશથી અત્યારથી જ ચૂંટણીઓની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કનૈયા કુમાર(Kanhaiya Kumar) તેમજ ગુજરાત અપક્ષના ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણી(Jignesh Mevani) આ મહિનાના અંત સુધીમાં એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. જેથી આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને આ બંને નેતાથી ઘણો ફાયદો થઈ શકે છે તેમ છે.

28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા:
પંજાબના કોંગ્રેસમાં હાલ જે ઉથલ પાથલ ચાલી રહી છે. તે થોડાક દિવસમાં પૂર્ણ થયા બાદ 28 સપ્ટેમ્બરના રોજ શહિદ ભગતસિંહના જન્મ દિવસે બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ બંને યુવા નેતાઓ અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે મધ્યસ્થી બન્યા છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.

અપક્ષના ધારાસભ્ય છે જીગ્નેશ મેવાણી
અત્રે  ઉલ્લેખનીય છે કે, કનૈયા કુમારની પહેલા દેશવીરોઘી નારેબાજી કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. સાથે જ તેઓ ગઈ લોકસભા ચૂટણીમાં બિહારના બેગૂસરાયથી મંત્રી ગિરિરાજ સિહ સામે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા જોકે તેઓ આ ચુંટણી હારી ગયા હતા. તો બીજી બાજુ અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ દલિત સમાજના છે. સાથે જ જીગ્નેશ મેવાણી વડગામ વિધાનસભમાં અપક્ષના ધારાસભ્ય પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.