જાણવા જેવું: ભારતમાં વિશ્વનો સૌથી ઝેરી સાપ, ગરદન કપાયા પછી પણ ઉડીને લે છે માણસનો જીવ

Published on: 1:52 pm, Sun, 5 December 21

વિશ્વભરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં સાપના કરડવાથી લોકો મૃત્યુ પામતા હોય છે. ભારતમાં સાપના ડંખથી મૃત્યુએ લોકો માટે સામાન્ય બાબત બની છે. ત્યારે આજે આપણે એક એવા સાપ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જે ભારતમાં દેખાય છે. ભારતમાં જોવા મળતો આ સાપ ગરદન કપાયા બાદ પણ તે ઉડીને મનુષ્યને ડંખ મારીને જીવ લઈ શકે છે.

ભારતમાં સૌથી ઝેરી સાપમાં કિંગ કોબ્રાનું નામ આવે છે:
વિશ્વમાં જો આપણે સૌથી ઝેરી સાપની વાત કરવી તો સો પ્રથમ કિંગ કોબ્રાનું નામ આવે છે. ભારતમાં જોવા મળતો સૌથી ઝેરી સાપ કિંગ કોબ્રા કહેવામાં આવે છે. કિંગ કોબ્રાના ડંખ માર્યાના અડધા કલાકમાં જ વ્યક્તિ મૃત્યુ પામે છે. કહેવાય છે કે, ભારતમાં સોથી વધારે મૃત્યુ કિંગ કોબ્રાના કરડવાથી થાય છે. કિંગ કોબ્રાને ‘નાગ’ નામે પણ ઓળખવામાં આવે છે.

કિંગ કોબ્રાના કરડવાથી વ્યક્તિ સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ શકે છે:
ભારતમાં જોવા મળતા આ કિંગ કોબ્રા સાપમાં કાર્ડિયોટોક્સિન અને સિનોપ્ટિક ન્યુરોટોક્સિન પણ જોવા મળે છે. કહેવામાં આવે છે કે, કિંગ કોબ્રા સાપ કરડતાની સાથે જ શરીરની ન્યુરો સિસ્ટમનું કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે વ્યક્તિ લકવાગ્રસ્ત બની જાય છે. તેમજ તેનું ઝેર એટલું ખતરનાક હોય છે કે, તે તમારી આંખોની રોશની ગુમાવવાનું મોટું કારણ પણ બની શકે છે.

કિંગ કોબ્રા કુલ 300 પ્રકારના સાપ છે:
મળતી માહિતી અનુસાર, કિંગ કોબ્રા સાપની લંબાઈ અંદાજીત એક થી દોઢ મીટર સુધીની હોય છે. કિંગ કોબ્રાની કુલ 300 જેટલી જાતી છે. તેનો ઝેરીલો ડંખ માનવ ચેતાતંત્રને સીધી અસર પહોચાડે છે. માણસને કિંગ કોબ્રા સાપ કરડવાથી વ્યક્તિના ફેફસાં અને હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. અને ત્યાર બાદ વ્યક્તિ તરત જ મૃત્યુ પામે છે.

કિંગ કોબ્રાની ગરદન કપાયા બાદ પણ તે ઉડીને લોકોનો જીવ લે છે.
તમને આ વાત જાણીને ખુબ જ નવાઇ લાગશે કે, કિંગ કોબ્રાની ગરદન કપાયા બાદ પણ તે ઉડીને લોકોને ડંખ મારી વ્યક્તિનો જીવ લે છે. જયારે થોડા મહિના પહેલા એક એવો જ કિસ્સો ચીનમાં સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ચીનમાં એક રસોઇયો કોબ્રા સાપની ગરદન કાપીને સૂપ બનાવવા જઇ રહ્યો હતો, તે દરમિયાન કોબ્રાની ગરદન ઉડી ને તે રસોઈયાના હાથ પર પડી હતી અને તે કોબ્રા રસોઇયાને હાથ પર કરડી ગયો હતો. ત્યાર બાદ તે રસોઈયા એ પોતાનો જીવ અડધી કલાકમાં જ ગુમાવ્યો હતો. તેમજ મૃત કોબ્રાના ડંખથી બચવું માણસ માટે અશક્ય માનવામાં આવે છે.

કોબ્રા સાપના ડંખ ખતરનાક હોય છે.
કોબ્રા સાપ કરડવાના કુલ બે પ્રકાર છે. પહેલું છે ડ્રાય બાઈટ અને બીજું વેનોમસ બાઈટ છે. કોબ્રા સાપ ડંખ મારતી વખતે માણસના શરીરમાં ઝેર છોડે છે. જ્યારે કહેવાય છે કે, સૂકા ડંખવાળા સાપ આવું કરતા નથી. તેમજ મેડિકલ સાયન્સનું કહેવું છે કે, કોઈપણ સાપના કરડવાથી તેની તાત્કાલિક સારવાર કરાવી જોઈએ.

અમેરિકામાં મોટાભાગની ઘટનાઓ સામે આવે છે:
કહેવાય છે કે ભારત ‘સાપો નો દેશ’ કહેવાયું છે. પરંતુ અમેરિકામાં સર્પદંશની ઘટના વિશ્વમાં સૌથી વધારે જોવા મળી છે. જો, કે અમેરિકામાં તેની સારવાર સારી મળવાના કારણે સાપના કરડવાથી ખુબ જ ઓછા લોકો મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી અનુસાર, વિશ્વભરમાં કુલ 50 લાખ સાપ કરડવાની ઘટના દર વર્ષે બને છે. કહેવાય છે કે તેમાં લગભગ 1 લાખ જેટલા લોકો મૃત્યુ પણ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati