અમદાવાદમાં કોરોના બાદ ઝાડા-ઉલટીના કેસ વધ્યા- ૧૨ કલાકમાં પહેલું મોત

અમદાવાદ(ગુજરાત): ચોમાસાની સિઝન શરુ થતાની સાથે જ શહેરમાં રોગચાળો સતત વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં…

અમદાવાદ(ગુજરાત): ચોમાસાની સિઝન શરુ થતાની સાથે જ શહેરમાં રોગચાળો સતત વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં પાણીજન્ય રોગોનો વધારો થઇ રહ્યો છે. મોટા ભાગે ઝાડા-ઉલટી અને કમળાના કેસો વધી રહ્યા છે. જેની વચ્ચે અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી લેબર કોલોનીમાં કામ કરતા મજૂરને ઝાડા-ઉલટી થતા સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન, તેનું 12 કલાકમાં જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકતરફ શહેરમાં ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિનું મોત થતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાગવાની જરૂર છે અને ત્યાં પાણીના સેમ્પલ લઈ અને તપાસ કરવાની જરૂર છે.

આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. શહેરના જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી એના લેબર કોલોનીમાં અનેક પરપ્રાંતિય મજૂરો પોતાના પતરાંના ઘર બાંધીને રહે છે. મૂળ પશ્ચિમ બંગાળનો બબલુ બેસરા નામનો વ્યક્તિ પણ ત્યાં જ રહી મજૂરી કામ કરતો હતો.

જાણવા મળ્યું છે કે, મંગળવારે મોડી રાતે 2:30 વાગ્યે ઝાડા-ઉલટીની તકલીફ થતા તેને સારવાર માટે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બીજા દિવસે બપોરે 2 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઝાડા-ઉલટીથી મોત થતા કોર્પોરેશન તંત્રએ હવે ગંભીર થવાની જરૂર છે. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની પણ સમસ્યાઓ છે જેને દૂર કરવાની જરૂર છે.

​​​​​​​ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં 24 જુલાઈ સુધી શહેરમાં ઝાડા-ઉલટીના 529 કેસો, કમળાના 125 કેસો, ટાઇફોઇડના 114 કેસો અને કોલેરાના 80 કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જોકે, ગયા અઠવાડિયે કરેલા સર્વેમાં અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાઇફોડ અને ઝાડા-ઉલટીના કેસો વધુ મળી આવ્યા હતા. જે વિસ્તારોમાં હાલ તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ​​​​​​​મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સાદા મેલેરીયાના કેસો અને ડેન્ગ્યુના કેસો ઓછા છે.

88 કેસો સાદા મેલેરીયા તેમજ ઝેરી મેલેરીયાના 5 કેસો છે. ડેન્ગ્યુના 45 કેસ, ચીકનગુનિયાના 16 કેસો નોંધાયા છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગો વધારે પ્રમાણમાં વકરે તે પહેલાં તંત્ર દ્વારા ચેકીંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અલગ-અલગ વિસ્તારમાં દવાનો છંટકાવ અને આરોગ્ય કેન્દ્રો પર અને ધન્વંતરિ રથને પણ આ વિસ્તારોમાં રાખવામાં આવ્યા છે. જેથી લોકોને તમામ દવાઓ જલ્દી મળી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *