જામનગરની વેણુ નદીમાં બળદો સાથે જગતનો તાત તણાયો- જુઓ ભયંકર તબાહીનો વિડીયો

Published on Trishul News at 2:26 PM, Tue, 28 September 2021

Last modified on September 28th, 2021 at 2:26 PM

જામનગર(ગુજરાત): સમગ્ર ભારતમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ગુજરાત(Gujarat)માં ગુલાબ વાવાઝોડા(Rose hurricanes)ની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તે દરમિયાન આજે અમદાવાદ(Ahmedabad)માં અંડરબ્રિજમાં તણાઇ(Tension in the underbridge) જવાના કારણે એક જવાનજોધ યુવકનું મોત(The death of a young man) નીપજ્યું છે. આ સમાચાર મળતાની સાથે જ જામજોધપૂરથી પણ અવ એક ખૂબ જ દુ:ખદ સમાચાર જાણવા મળ્યા છે.

એક ખેડૂત પોતાના બળદો સાથે તણાઇ ગયો હોવાનો બનાવ નજરે ચડ્યો છે. આ ઘટના જામજોધપુરનાં ગીંગણી ગામની છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે જ આ ઘટના બની હતી. ચોંકવાનારી બાબત તો એ છે કે, શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હતું ખેડૂતની શોધખોળ ચારી રહી છે. ખેડૂતનાં પરિવારનાં લોકો આ ઘટનાની જાણ થતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભગવાન તેમને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે.

આજે અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. જેના લીધે સરખેજના વણઝરવાસ પાસે આવેલ ગરનાળામાં એક યુવક ગરકાવ જતા તેનું કંકાટભર્યું મોત થયું છે. ભારે વરસાદને લીધે શહેરના મોટા ભાગના અંડરપાસમાં પાણી ભરાયા છે. જે યુવક અંડરપાસમાં મૃત્યુ પામ્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે તેના મૃતદેહને બહાર કાઢવા માટે ભારે જહેમત કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ટકરાયું છે. જેની અસર ગુજરાતના દરિયા કિનારે પણ જોવા મળશે. ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેમા ગુજરાતને ક્રોસ કર્યા પછી ફરીથી ગુલાબ વાવાઝોડું સક્રીય થશે. જેના લીધે ગુજરાત રાજ્યમાં 29-30 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે, તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જામનગરની વેણુ નદીમાં બળદો સાથે જગતનો તાત તણાયો- જુઓ ભયંકર તબાહીનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*