જૂનાગઢમાં બે તસ્કરોએ બેંક કર્મચારીને ચપ્પુની અણીએ બળજબરીથી ATMમાંથી પડાવી લીધા અડધા લાખની રકમ

જૂનાગઢ(ગુજરાત): રાજ્યમાં હાલમાં જ એટીએમ ચોરી(ATM theft)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર જૂનાગઢમાં ATM ચોરીની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ…

જૂનાગઢ(ગુજરાત): રાજ્યમાં હાલમાં જ એટીએમ ચોરી(ATM theft)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર જૂનાગઢમાં ATM ચોરીની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે તસ્કરોએ એક બેંક કર્મચારીને છરી બતાવી(Two smugglers showed a knife to a bank employee)ને અડધા લાખથી વધુની રકમ ATMમાંથી કઢાવી અને ખિસ્સામાંથી રોકડ સાથેના પર્સની લૂંટ કરીને તે ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે(Police) આ બંને તસ્કરોને(Both smugglers) પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા બે માંથી એક આરોપી રીઢો ગુનેગાર(An accused habitual offender) હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યું છે કે, બે દિવસ પહેલા બપોરે ઘરે જમવા માટે જૂનાગઢ મેઘાણીનગરમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા વિશાલ પંડ્યા જઈ રહ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે બે અજાણ્યા વ્યક્તિઓએ તેને છરી બતાવીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના ખિસ્સામાંથી રૂપિયા 800 રોકડા અને પર્સ લૂંટી આદરી હતી. ત્યારબાદ તેને છરી બતાવીને કાળવા ચોક અને ભૂતનાથ ફાટક પાસે એટીએમમાં લઈ જઈ બળજબરીથી 55 હજારની રકમ પડાવી પડી હતી. ત્યારબાદ બંને તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યારબાદ આ અંગે વિશાલ પંડ્યાએ ફરીતાળ નોંધાવી હતી. ફરીયાદ નોંધાતા જ પોલીસે સીસીટીવીની મદદથી બંને તસ્કરોની અટકાયત કરી હતી. આ લૂંટમાં સંડોવાયેલા જૂનાગઢના સમીર કનુ મકવાણા અને રામ અમૃતલાલ દરજી હોવાનું સામે આવ્યું હતું.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, સમીર અગાઉ લૂંટ, બળજબરીથી નાણા કઢાવવા, ખંડણી માંગવી, ધમકી સહિતના અન્ય નવ જેટલા ગુનામાં સંકળાયેલો છે. એટલું જ નહીં, પોલીસની હાજરીમાં શરીરે બ્લેડથી છરકા કરવા અને માથા પછાડવાની મોડસ ઓપરેન્ડી પણ તે ધરાવે છે. હાલ બંનેના રિમાન્ડ મેળવવા વધુ તપાસ શરુ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *