રાહુલ ગાંધીને જે પદ મેળવતા 26 વર્ષ લાગ્યા એ હાર્દિકે માત્ર 5 વર્ષમાં મેળવ્યું

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે અડાલજમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભામાં કૉંગ્રેસનો તિરંગો પહેરી લીધો. પાર્ટીમાં આવ્યાના 14 મહિનામાં તેમને કૉંગ્રેસે ગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષ…

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે અડાલજમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભામાં કૉંગ્રેસનો તિરંગો પહેરી લીધો. પાર્ટીમાં આવ્યાના 14 મહિનામાં તેમને કૉંગ્રેસે ગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષ બનાવી દીધા.

5 વર્ષની સફરમાં આટલી મોટી રાજકીય સિદ્ધિ હાંસલ કરનાર હાર્દિકે રાહુલ ગાંધીને પણ પાછળ છોડી દીધા છે કારણ કે હાર્દિક પટેલે કૉંગ્રેસનો હાથ ઝાલ્યો તેના 14માં મહિને તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની પોસ્ટ મળી છે. અલબત કૉંગ્રેસમાં રાહુલ ગાંધીને જીવનના 26માં વર્ષે જે પોસ્ટ ન મળી હોય તેવી આ પોસ્ટ છે.

હાર્દિક પટેલ ઓગસ્ટ-2015ની વિસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે. હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીઓ, હજારોના ફેસબૂક લાઇવ, લાખોની મેદની, જેલના કાળા કારવાસ, તડીપાર, કથિત સેક્સ સીડીથી લઈને હાઇપ્રોફાઇલ પ્રચારમાં હેલિકોપ્ટરની સફર સુધી ઘણું મેળવ્યું છે.

હાર્દિક પટેલ પાંચ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં 9 મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. હાર્દિકની સામાન્ય અને સીધી ઓળખ પાટીદાર આંદોલનથી બની અને GMDC ગ્રાઉન્ડની એ સભાએ આ નામને વિશ્વના ખુણે ખુણે ગુંજતું કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *