કેશોદના ખીરસરા ગામે ચાર દાયકા જૂનો પાણીનો ટાંકો ધરાશાયી- સમગ્ર ઘટના CCTVમાં કેદ

Published on: 7:42 pm, Sat, 31 July 21

જૂનાગઢ(ગુજરાત): આજે જૂનાગઢના કેશોદ તાલુકાના ખીરસરા ગામે ચાર દાયકા જૂની ઓવરહેડ પાણીનો ટાંકો ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે ટાંકાની આસપાસ કોઈ લોકો હાજર ન હોવાથી  કોઈ જ જાનહાનિ થઇ ન હતી. ટાંકો ધરાશાયી થવાની સમગ્ર ઘટના બાજુમાં આવેલી દુકાનના CCTVમાં કેદ થઈ હતી.

ચાલીસ વર્ષ જૂનો ઓવરહેડ પાણીનો ટાંકો કેશોદ તાલુકાના ખીરસરા ગામે આવેલ હતો. જર્જરિત હાલતમાં હોય તે વિશે વારંવાર ગ્રામજનોએ જવાબદાર તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે દરમિયાન આજે બપોરે કુદરતી રીતે એકાએક જર્જરિત પાણીનો ટાંકો તુટી કકડભૂસ થઇ જતાં આસપાસના વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખીરસરા ગામમાં દોઢ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો ઓવરહેડ ટાંકો તુટયાના ર્દશ્‍યો નજીકની આવેલ એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો.

ખીરસરા ગામમાં ઓવરહેડ ટાંકી તુટી પડતાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ ટાંકીની બાજુમાં આવેલી દુધની ડેરીના મકાનમાં ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત બાજુના અન્‍ય ગોડાઉનમાં રાખેલાં ચણાના કટ્ટા ભીજવાય ગયા હતા. આ સાથે ત્‍યાં પાર્ક કરેલા એક રીક્ષા તથા બાઈકને ટાંકીના કાટમાળના કારણે નુકસાન થયું છે. કેશોદના ખીરસરા ગામે પાણીનો ટાંકો તુટયાના સમાચાર મળતાંની સાથે જ વહીવટી તંત્રના અઘિકારીઓ સ્થળ પર પહોંચી આવ્‍યા હતા. બપોરના સમયે જર્જરિત ટાંકી તૂટવાના કારણે દુધની ડેરીએ પશુપાલકોની નહિવત હાજરી હોવાથી કોઈ જાનહાનિ થઇ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.