દીકરી આંગણામાં રમતી હતી, અચાનક નરાધમો આવ્યા અને દુષ્કર્મ આચરી થઇ ગયા ફરાર

Published on: 3:42 pm, Sat, 24 October 20

નાલાસોપારામાં 3 વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનારા પાડોશી યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયારે ઉસ્માનાબાદમાં 11 વર્ષની વિદ્યાર્થિનીને અવાવરી જગ્યાએ લઇ જઇને કુલ 4 કિશોરે સામૂહિક રેપ ગુજરતા ખળભળાટ મચી ગયો હતો. આ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. પોલીસે  આ 4 અપરાધીને પકડીને વધારે તપાસ ચાલુ કરી છે.

તુળીંજ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાલાસોપારામાં રહેતી 3 વર્ષની બાળકી તેના એપાર્ટમેન્ટની બહાર રમતી હતી. તે સમયે પાડોશમાં રહેતો 22 વર્ષનો યુવક તેને વાતોમાં ભોળવીને અવાવરા સ્થળે લઇ ગયો. તે સ્થળે તેણે બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ તેના ઘરે આવીને તેની માતાને ઘટના અંગેની જાણ કરી હતી. એ પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપરાધી યુવકની ધરપકડ કરી છે. કોર્ટ દ્વારા તેને 26 ઓક્ટોબર, 2020 સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.

જયારે ઉસ્માનાબાદમાં લોહારા તાલુકામાં સાસ્તૂર ખાતે રહેતી 11 વર્ષની બાળકી મંદિરની સામે રમતી હતી. તે સમયે અપરાધીઓ તેને ઉપાડીને બીજે સ્થળે લઇ ગયા હતા જયાં કુલ 4 કિશોરે તેનાં ઉપર બળાત્કાર કર્યો હતો બાળકી ગભરાઇ જતાં તેના ઘરે ઘટનાની માહિતી નહોતી આપી. પરંતુ પેટમાં દુ:ખાવો થતા તેમજ તબીયત બગડતા માતા અને પિતા દ્વારા પૂછપરછ કરવામાં હતી.

આખરે તેણે સામૂહિક બળાત્કારની જાણ કરી ત્યાર બાદ પોલીસે આ કેસ નોંધીને 4 કિશોરની ધરપકડ કરી હતા. પીડિતાનાં માતા અને પિતા ખેતરમાં ખેત મજૂરી કરે છે. આ માસૂમ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle