ઘરે આવેલા મિત્રએ કહ્યું, ચાલ આંટો મારી આવીએ અને પછી પરિવારને મળી દટાયેલી લાશ

Published on: 2:30 pm, Thu, 13 August 20

હાલમાં કોરોના મહામારીની સાથે જ રાજ્યમાંથી ઘણી ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાંથી આપઘાતની ઘટના તેમજ હત્યાની પણ ઘણી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી રહી છે.

અમદાવાદમાં આવેલ નીકોલ વિસ્તારમાં એક દિવ્યાંગ યુવકને એનાં મિત્રએ ઘરેથી લઈ જઈને એની હત્યા કરીને ખાડામાં દાટી દીધો હોવાંની ઘટના સામે આવી રહી છે. હાલમાં તો પોલીસે આ પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે.

નિકોલ વિસ્તારમાં આવેલ શિવ એપાર્ટમેન્ટની પાછળ આવેલ છાપરામાં રહેતા રૂપાબેન  પટ્ટણીનો નાનો પુત્ર મંગો જન્મથી જ દિવ્યાંગ હતો. એને ક્યાંક જવા માટે પણ ટ્રાઇસિકલની જરૂર પડતી હતી. તેનાં કેટલાંક મિત્રો નિયમિત એના ઘર પાસે આવીને બેસતાં પણ હતાં.

ગઈકાલે રાત્રે જ એનો મિત્ર કાળુ મારવાડી મંગાને બોલાવવા માટે આવતાં તેણે કહ્યું હતું, કે ચાલ આપણે બહાર જઈને આવીએ ત્યારે મંગો એની ટ્રાઈસિકલ લઈને તેની સાથે બહાર ગયો હતો.ઘણા સમય પછી પણ તે પાછો ન આવતાં મંગાને તેનાં પરિવારજનો શોધી રહ્યા હતાં.

ત્યારે પરિવારજનોને ખુલ્લા મેદાનમાં મંગાની ટ્રાઇસિકલ પણ મળી આવી હતી. જેનાથી થોડે જ દુર એક ખાડામાં અડધી દાટેલ કોઈ વ્યક્તિની લાશ હોવાની જાણ થતાં જ પરિવારનાં સભ્યો તથા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહ બહાર કાઢતાં જ તે મૃતદેહ મંગાનો હતો.

મૃતદેહને જોતાં જ જાણવા મળ્યું કે મંગાને પહેલાં બોથડ પદાર્થથી માથામાં ઇજા પહોંચાડી હશે તથા ત્યારપ છી તેનાં મૃતદેહને ખાડામાં નાંખી દેવામાં આવી હતી. હાલમાં પોલીસ કાળુ મારવાડીને પણ શોધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP