સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન ધાડપાડુંઓનો આતંક: જુઓ કેવી રીતે વૃદ્ધ દંપતિના બંગલામાં બારીની ગ્રીલ તોડીને કરી ચોરી

આજકાલ વધતી જતી ચોરીની ઘટનામાં ફરીવાર સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. મોટી વેડ ગામમાં એકલા રહેતા NRI વૃદ્ધ દંપતિના બંગલામાં ચોરોએ…

આજકાલ વધતી જતી ચોરીની ઘટનામાં ફરીવાર સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. મોટી વેડ ગામમાં એકલા રહેતા NRI વૃદ્ધ દંપતિના બંગલામાં ચોરોએ હાથ સાફ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જાણવા મળ્યું છે કે, આ તસ્કરો બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા છે. જોકે, તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયાં છે. બે દિવસ પહેલા પણ ધાડપાડું ગેંગએ આ જ વિસ્તારના એક બંગલામાં ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ધાડપાડું ગેગના 5 જણા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે, પરિવાર જાગી જતા બુમાબૂમ કરતા ચોરો ભાગી ગયા હતાં. જોકે, કર્ફ્યૂ દરમિયાન ધાડપાડું ગેગ આંતક મચાવતા પોલીસ પેટ્રોલિંગ પર પણ પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મામા મામી બન્ને અમેરિકાના રહેવાસી છે. 4 પુત્ર અને 2 પુત્રીઓ હાલ અમેરિકામાં જ રહે છે. પેરાલીસીસના કારણે વૃદ્ધ મામા-મામી 4 વર્ષથી સુરત મોટી વેડ દરગાહ પાસે પોતાના ખેતરમાં બનાવેલી વાડીમાં રહે છે. રાત્રે કેટલાક અજાણ્યા ઈસમો બંગલાની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યા બાદ રોકડ 30-40 હજાર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. મામી સવારે જગ્યા ત્યારે બંગલાની વેરવિખેર હાલત જોઈ ચોંકી ગયા હતા અને પડોશી-સગાઓને ફોન કરીને જાણ કરી હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે, કમુબેનના બંગલાની બાજુમાં જ એમના નાના દિયર ઈશ્વર પટેલનો બંધ બંગલો છે. લગભગ એમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો હોય તેમ લાગે છે. જોકે હાલ તેઓ અમેરિકામાં છે અને એમને જાણ કર્યા વગર પ્રવેશ કરવો નથી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *