પ્રેમમાં અમદાવાદનો પ્રેમી બન્યો રાઉડી, પ્રેમિકાની માતાને ફેંટો મારી બે દાંત તોડી નાખ્યા- કારણ જાણી ચોંકી ઉઠશો

પ્રેમ વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીર…

પ્રેમ વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીર પ્રેમિકાના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ ત્યા સગીરાની માતા હાજર હોવાથી આ શખ્સે તેઓને કહ્યું હતું કે, તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તે ગિફ્ટ આપવા આવ્યો છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે.

યુવતીની માતાએ લગ્ન બાબતની મનાઈ કરતાં આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં મહિલા સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ પોલીસને બોલાવવાનું કહેતાં આ શખ્સે સગીરાની માતાને માર મારતા આ મહિલાના બે દાંત પડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ શાહપુર પોલીસે આ અંગે રોમિયો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હાલમાં અમદાવાદ સિવિલમાં શાહપુરમાં રહેતા 40 વર્ષીય મહિલા ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેઓ શાહપુરમાં તેમના પતિ તથા બે દીકરીઓ તથા દીકરા સાથે રહે છે. જેમાં 16 વર્ષની એક દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ મહિલાનો પતિ બુક બાઈન્ડીંગનો વેપાર ધંધો કરે છે.

ગત તારીખ 11મી જૂનના રોજ સવારે 9 વાગ્યે આ મહિલા અને તેની 16 વર્ષની દીકરી ઘરે હાજર હતા. તે સમયે કેનેડી પોળમાં રહેતો એક શખ્સ તેમના ઘર આગળ આવ્યો હતો અને બાદમાં આ શખ્સે 40 વર્ષીય મહિલાને જણાવ્યું કે, આજે તેમની દીકરીનો જન્મદિવસ હોવાથી તેને જન્મદિવસની ગિફ્ટ આપવાનો છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.

જેથી મહિલાએ આ શખ્સને કહ્યું કે, તું મારી દીકરીને શા માટે બદનામ કરે છે, મારી દીકરી ને તારી સાથે લગ્ન કરવા નથી તેમ કહેતાં આ શખ્સે મહિલાને બિભત્સ ગાળો બોલી હતી. બાદમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ તેનો શર્ટ પકડીને પોલીસને બોલાવું છું તેમ કહેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને મોઢાના ભાગે ફેંટો મારી લોહી કાઢયું હતું. ઇજાગ્રસ્ત મહિલાના મોઢામાંથી બે દાંત પડી ગયા હતા અને આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી મહિલાને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર બાબતને લઈને શાહપુર પોલીસને જાણ કરાતા શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *