ભારતના આ મંદિરમા ભગવાનના દર્શન માટે મહિલાઓની જેમ પુરુષોએ પણ કરવો પડે છે સોળે શૃંગાર

ભારત એ વિવિધ સંસ્કૃતિ નો દિવસ છે અને અહીં અલગ અલગ ધર્મ ના અને અલગ અલગ જાતિના લોકો રહે છે. ભારત માં અલગ અલગ સંસ્કૃતિ…

ભારત એ વિવિધ સંસ્કૃતિ નો દિવસ છે અને અહીં અલગ અલગ ધર્મ ના અને અલગ અલગ જાતિના લોકો રહે છે. ભારત માં અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે અહી ના લોકોના અલગ અલગ રીતિરિવાજો પણ છે. અમુક ધર્મ ના રીતિરિવાજો જોતા ઘણો આશ્ચર્ય થતો હોય છે તેવી જ રીતે કેરળ ના કોલ્લ્મ જિલ્લાના કોટ્ટનકુલંગરામાં સ્થિત એક મંદિર છે જ્યાં દેવીના દર્શન માટે મહિલાની જેમ પુરુષોએ પણ સોળે શૃંગાર કરીને જવું પડે છે.

કેરલ ના કોલ્લ્મ જિલ્લાના કોટ્ટનકુલંગરામાં એક મંદિરમાં એવી માન્યતા છે કે જે કોઈપણ પુરુષ આ મંદિરમાં સોળ શુંગારકરી દર્શન કરે છે અને તેને સુંદર પત્ની અને સારી નોકરી મળે છે. આ મંદિરનું નામ શ્રી કોટ્ટનકુલંગરામાં મંદિર છે. અહી માન્યતા છે કે, આ મંદિરમાં માતાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી.કેટલાક ગોવાળિયા એ માતાની મૂર્તિ ને જોઈ અને આ મૂર્તિની પૂજા મહિલાના રૂપમાં કરી હતી ત્યારથી પુરુષોને આ મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓનું રૂપ ધારણ કરવું પડે છે.દર વર્ષે 23 અને 24 માર્ચ ના રોજ શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિર માં ચામ્યાવિલક્કુ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

શ્રી કોટ્ટનકુલંગરામાં દેવીના મંદિર માં પુરુષોને શૃંગાર કરવા માટે એક સ્પેશિયલ રૂમ બનાવવામાં આવ્યો છે તેમાં પુરુષોને શૃંગાર ના તમામ આયોજન કરવામાં આવ્યા છે. અહીં મહિલાઓને કપડા,દાગીના અને નકલી વાળ જેવી વસ્તુઓ પણ મળે છે તો તે મંદિરમાં મહિલાઓના સામાન ચઢાવે છે. લોકોની આસ્થા પ્રમાણે તેઓ અહીં આવે છે અને પુરુષો અહીની માન્યતા પ્રમાણે મહિલાઓ નો વેશ ધારણ કરે છે.અહી આમ કરીને દેવીની પૂજા કરવાથી સુંદર પત્ની અને સારી નોકરી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *