સબંધોમાં ખેલાયો લોહિયાળ ખેલ- સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને જાહેરમાં જ છરીના ઘા જીંકી રહેસી નાખ્યો

Published on: 3:54 pm, Fri, 5 August 22

હત્યા (Murder)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં, કળયુગી ભાઈએ સગા ફોઇના છોકરાને બજાર વચ્ચે રહેસી નાખ્યો છે. મૃતકની માતાની હાલત ખુબ જ કફોડી બની છે. એક બાજુ પુત્ર ખોયો તો બીજી બાજુ હત્યારા પણ પોતાના જ છે.

3 4 - Trishul News Gujarati CCTV, murder, Patan

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ:
મળતી માહિતી અનુસાર, ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક પણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતો. પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.

2 4 - Trishul News Gujarati CCTV, murder, Patan

એક વર્ષથી ઝઘડો ચાલતો હતો:
જાણવા મળ્યું છે કે, મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને છેલ્લા એકાદ વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં ગુરુવારે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. આ દરમિયાન શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું.

1 4 - Trishul News Gujarati CCTV, murder, Patan

ત્યારબાદ ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે છરી વડે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માહોલમાં ગમગીની છવાઇ હતી. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી:
મૃતક પ્રકાશ બે સંતાનોનો પિતા હતો. જેનો પુત્ર ધોરણ 6માં અને પુત્રી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ માસુમ બાળકોને હજુ એ પણ ખબર નથી કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.