ગુજરાતના આ શહેરમાં ફેફસાં સહિતની કેટ-કેટલી બીમારીથી પીડાતા 342 બાળકોએ ગણતરીના દિવસોમાં કોરોનાને હરાવ્યો

Published on: 10:41 am, Wed, 5 May 21

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે.

કોરોનાની સાથે-સાથે નાના બાળકોમાં પણ ઘણી એવી ગંભીર બીમારીઓ જોવા મળે છે, જેની સારવાર કરવી ખૂબજ મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે કોરોનાકાળના આ કપરા સમયમાં ગુજરાતમાંથી સામે આવતા આ ચાર કિસ્સાઓ એવા છે કે, જે સૌથી વધુ ક્રિટિકલ હતા તેમ છતાં સમયસૂચકતાના પગલે અને યોગ્ય સારવાર આપવામાં આવતા ફરી એક વખત નાના-નાના ભૂલકાઓ પોતાનું જીવન રાજી-ખુશીથી વિતાવી રહ્યા છે. આ બાળકોની હિંમત આપણને જીતનો વિશ્વાસ આપે છે.

કિસ્સો. 1
ઉંમર 8 માસ

હિમોગ્લોબિન 5% હતું તેમ છતાં કોરોનાને મહાત આપી

રાજકોટ શહેરમાં રહેતી માત્ર 8 માસની રિયાંશી નામની બાળકીને 5 ટકા હિમોગ્લોબિન હતું, તેમ છતાં તેણે કોરોનાને મ્હાત આપી અને અન્ય બીમારી પર જીત મેળવી. રીયાંશીની સારવાર કરનાર ડોક્ટરોએ જણાવ્યું કે, બાળકી જ્યારે સારવાર માટે આવી ત્યારે તે અત્યંત હાંફતી હતી અને સખત તાવ હતો. કોવીડ થતા ફેફસાં પણ 30 ટકા જેટલા ખરાબ હતા. બાળકીના માતા-પિતાની એકજ રજૂઆત હતી કે, બાળકીને દાખલ તો કરશોને? કારણ કે 3 ખાનગી હોસ્પિટલમાંથી તેને વધુ સારવાર આપવાની ના પાડી હતી.

સ્થિતિ અત્યંત ગંભીર હોવાના કારણે ઓક્સિજન, નેબ્યુલાઈઝર શરૂ કરાયું હતું. જોખમ એ હતું કે, રેસ્પિરેટરી રેટ જે 30 હોવો જોઈએ તે 80 સુધી પહોંચી ગયો હતો, જો યથાવત્ રહે તો ફેફસાં થાકી જાય અને હૃદય સપોર્ટ કરવાનું બંધ કરી દે. જેથી સારવાર દરમિયાન બે વખત બાટલા પણ ચડાવવામાં આવ્યા હતા. 6 થી 7 દિવસ સારવાર લીધા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પરિવારને એક ડર એ પણ હતો કે બાળકી બચી જશે કે નહીં.

કિસ્સો. 2
ઉંમર 3 વર્ષ
કિડનીની બીમારી હોવા છતાં કોરોનાને હરાવ્યો

રાજકોટમાં રહેતા 3 વર્ષના રાકીબે કોવિડની સાથે કિડનીની ગંભીર બીમારી પર જીત મેળવી છે. નેફ્રોટિક સિન્ડ્રોમ એટલે કિડનીની બીમારીથી પીડાતા રાકીબને સતત તાવ, શરીર પર સોજા અને સતત ઊલટી થતી હતી. કિડનીની બીમારી જ્યારે બાળકને થાય ત્યારે તેની ઈમ્યુનિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે.

in rajkot 342 children of relief while playing in a month trishulnews » Trishul News Gujarati Breaking News Corona, coronavirus, COVID-19, gujarat, trishul news, ગુજરાત

આ બાળકને કોવિડ થતા ઘણી વિપરીત અસર પડી હતી. બોડીમાં સેકન્ડરી ઇન્ફેક્શન વધુ થતા સીઆરપી 2ના બદલે 100 આવ્યું હતું. તબીબો સતર્કતા સાથે સ્ટિરોઈડ આપવામાં આવ્યા અને પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરતા બાળક 10 દિવસના અંતે આ બધી બીમારીઓની સાથે કોવિડને પણ મહાત આપી.

કિસ્સો. 3
ઉંમર 10 વર્ષ
લીવરની બીમારી અને કોરોના બન્નેને એક સાથે મ્હાત આપી

in rajkot 342 children of relief while playing in a month trishulnews 1 » Trishul News Gujarati Breaking News Corona, coronavirus, COVID-19, gujarat, trishul news, ગુજરાત​​​​

આવી જ એક ઘટના ગાંધીનગરમાં રહેતા જાવેદ નામના 10 વર્ષના બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તે મોતના મુખમાંથી જતા પણ બચ્યો હતો. પેટમાં દુખાવો અને પ્રવાહી ઓછું થઇ જતા બાળકના લીવર પર ખૂબજ ખરાબ અસર પહોંચી હતી. જેમાં રિપોર્ટમાં ડી-ડાઈમર 10 હજારથી વધુ, એસજીઓ 2 અને એસજીપીટી જે નોર્મલ 40 હોવું જોઈએ તે 10 હજાર આવ્યું હતું, માત્ર એટલું જ નહીં ફેરિટિન પણ 1200થી વધારે હતું. તબીબના સતત 10 દિવસના અથાગ પ્રયત્નો બાદ બાળકની સ્થિતિમાં સુધારો આવ્યો હતો અને તેને કોવિડને પણ હરાવ્યો હતો. સતત 4 સપ્તાહના કાઉન્સેલિંગ બાદ જાવેદનું ડી-ડાઈમર 10 હજારથી ઘટી 600એ પહોંચ્યું છે.

કિસ્સો. 4
ઉંમર 10 વર્ષ
લીવર પર ગંભીર અસર, કોરોનાને હંફાવ્યો

માત્ર 10 વર્ષના બાળક આદિત્યને લીવરની ગંભીર બીમારી હતી. મોરબીમાં વસવાટ કરતા આદિત્યને જે સમયે દાખલ થયો તે પૂર્વેના 6 દિવસ જમવાનું ઓછું કરી નાખ્યું હતું, અને તેને સતત પેટમાં દુખાવો, ઊલટી અને તે સતત પીળો પડી રહ્યો હતો. માતા-પિતાને હાલત અત્યંત ગંભીર જણાતા તેના રિપોર્ટ કરવામાં આવ્યા જે અત્યંત ખરાબ હોવાથી એ વાત સામે આવી કે તેનું લીવર કામ કરતું બંધ થઇ ગયું છે. અને લીવેર ગળી રહ્યું છે.

in rajkot 342 children of relief while playing in a month trishulnews 3 » Trishul News Gujarati Breaking News Corona, coronavirus, COVID-19, gujarat, trishul news, ગુજરાત

અધૂરામાં પૂરું સાથે કોવિડ સંક્રમણ પણ લાગ્યું, જેથી કોવિડની સારવાર પહેલા લીવરની સારવાર કરવી ખૂબજ આવશ્યક હતી, પરંતુ સમજદારીપૂર્વક 3 દિવસ સ્ટિરોઈડ, હાઈ-એન્ટિબાયોટિક દવા આપ્યા બાદ રિકવરી શરૂ થઇ અને 10 દિવસના અંતે તે ડિસ્ચાર્જ થયો. દાખલ થયા પૂર્વે બાળકના માતા-પિતાને લાગતું હતું કે, બાળક નહિ બચી શકે પણ સમજદારીપૂર્વકની તબીબી સારવાર મળતા બાળક ફરી હસતું-રમતું થયું અને કોવિડને પણ હરાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.