રખડતા ઢોરે બે વર્ષની બાળકીને શિંગડાંમાં લઇ જમીન પર ધડામ દઈને પટકી, માથામાં દસ ટાકા જોઈ પિતા થયા બેભાન

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ(Rajkot)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંતકબીર રોડ(Santkabir Road) પર રવિવારે રખડતી ગાયનાં હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન(Nilamben) અને તેની 2…

રાજકોટ(ગુજરાત): હાલમાં રાજકોટ(Rajkot)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંતકબીર રોડ(Santkabir Road) પર રવિવારે રખડતી ગાયનાં હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન(Nilamben) અને તેની 2 વર્ષની પુત્રી આંશી(aanshi) ઘાયલ થયા હતા. જેમાં આંશીને માથામાં 10 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા આંશીના પિતા સંદિપભાઈ(Sandeepbhai) કામ પરથી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના માથામાં 10 ટાકા જોઈ પિતા ચક્કર ખાઈને પડી જતા બેભાન થઈ ગયા હતા. સંદિપભાઇએ જણાવ્યું હતું કે, રખડતા ઢોર મામલે અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી.

આ પરિવારમાં આગામી 18 ફેબ્રુઆરીએ નીલમબેનનાં નણંદ ઈશિયાબેનનાં લગ્ન યોજાનાર છે. ત્યારે એકતરફ લગ્નની તૈયારીઓ અને બીજી તરફ પત્ની અને પુત્રી ઘાયલ થતા પતિ સંદીપભાઈ પ્રજાપતિ મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કડિયાકામથી ઘરનું ગુજરાન ચલાવતા સંદીપભાઈએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, જલ્દી બંને સ્વસ્થ થાય એ ભગવાનને પ્રાર્થના છે. બાકી મનપા તો કોઈની ફરિયાદ સાંભળતુ નથી. એટલે ક્યાંય રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી. અગાઉ પણ અમારા વિસ્તારમાં રખડતા ઢોરનાં ત્રાસની અનેક રજૂઆતો થઈ ચૂકી છે. પણ ક્યારેય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

બીજી બાજુ આ ઘટના સમયે સાથે રહેનાર અને ભોગ બનનાર માતા-પુત્રીને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર પૂજાબેને જણાવ્યું હતું કે, સાસુ-વહુ બાળકીને સાથે લઈ ખરીદી માટે ગયા હતા. તેઓ પરત આવતા હતા ત્યારે સામેથી આવી રહેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. જેમાં માતા-પુત્રી બંને પડી ગયા હતા. જેમાં માતા કરતા વધુ બાળકીને ઇજા થઇ હતી. જેથી બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકીને માથામાં 10 ટાંકા લેવા પડ્યા હતા. અ જોઇને કામ પરથી દોડી આવેલા સંદીપભાઈ પણ ચક્કર ખાઈને પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *