ક્રિકેટ રમતા-રમતા જ અચાનક ઢળી પડ્યો યુવક, ગણતરીની સેકંડોમાં આંબી ગયો કાળ

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)થી એક યુવકના મોતના સમાચાર સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરમાં ક્રિકેટ(Cricket) રમતાં યુવકનું હાર્ટઍટેક(Heart attack)ના કારણે મોત(Death) થયાનું સામે આવતા ચકચાર…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)થી એક યુવકના મોતના સમાચાર સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરમાં ક્રિકેટ(Cricket) રમતાં યુવકનું હાર્ટઍટેક(Heart attack)ના કારણે મોત(Death) થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે ટેનિસ બોલ છાતીના ભાગે વાગ્યો હતો અને ત્યાર બાદ યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને ત્યારબાદ કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટઍટેક આવતા તેનું કરુણ મોત થયું હતું અને ચકચાર મચી જવા પામી છે.

અમે તમને જણાવી દઈએ કે, રવિવાર હોવાને કારણે યુવકો ખાસ કરીને કોઈપણ જગ્યાએ મેચ રમવા માટે જતાં હોય છે. પણ રાજકોટના એક યુવકને રવિવારની મેચ તેના જીવનની આખરી મેચ બની ગઈ હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટનો રવિ વેગડા નામનો યુવક રવિવાર હોય રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. આ મેચ દરમિયાન તેને છાતીના ભાગે ટેનિસ બોલ વાગવાને કારણે તેને શ્વાસ ચડ્યો હતો. જોકે ત્યારબાદ તેને એક યુવકને રનર રાખ્યો હતો અને મેચ રમવાનું ચાલુ રાખ્યું હતું અને તેણે 22 રન બનાવી દીધા હતા. જે બાદમાં તે પોતાની કારમાં જઈ બેસી ગયા પછી હાર્ટઍટેક આવ્યો અને ત્યાં સ્થળ પર જ તેનું કરુણ મોત થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવતા કહ્યું હતું કે, રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે, ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઇ ગયાના સમાચાર મળતાંની સાથે જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહત્વનું છે કે, હાલ શિયાળની ઋતુમાં યુવાનોમાં હાર્ટઍટેકના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. શિયાળામાં શરદીથી બચવામાં બેદરકારી અને દવાઓ લેવામાં બેદરકારીના લીધે બ્લડપ્રેશરનું સ્તર અચાનક જ વધી જાય છે. જેના લીધે હાર્ટઍટેક અને બ્રેઈન એટેકનો ખતરો વધારે રહે છે. શિયાળાની ઋતુ તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે. ઘણી વખત આ મુશ્કેલીઓ એટલી વધી જાય છે કે તે મૃત્યુનું કારણ પણ બની જાય છે. એટલા માટે કાળજી રાખવી ખૂબ જ જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *