જેને નવ મહિના પેટમાં પાળી, જન્મતા જ જીવતી જમીનમાં દફનાવી- જનેતાનો જીવ કેમનો ચાલ્યો આવું કરતા…

ઘણી વાર લોકો પોતાના નવજાત બાળકોને તરછોડી દેતા હોય છે. ત્યારે હાલ સામે આવેલી ઘટનામાં ક્રૂરતાની હદ જ વટાવી દીધી હતી. સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના હિંમતનગર(Himmatnagar) તાલુકાના ગાંભોઈ…

ઘણી વાર લોકો પોતાના નવજાત બાળકોને તરછોડી દેતા હોય છે. ત્યારે હાલ સામે આવેલી ઘટનામાં ક્રૂરતાની હદ જ વટાવી દીધી હતી. સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના હિંમતનગર(Himmatnagar) તાલુકાના ગાંભોઈ (Gambhoi)માં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ છે. ત્યારપછી 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ છે.

બાળકી જીવિત મળી આવતાં લોકોમાં ચમત્કારનો ભાવ:
મળતી માહિતી અનુસાર, હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરી હતી. જેના કારણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જમીન હાલતી દેખાતા એ જમીન ખોદવામાં આવી હતી. ત્યારે ખોદકામ દરમિયાન જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જમીનમાંથી જીવતી બાળકીને જોઈ દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમજ આ ઘટના ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવતને સાર્થક કરતી ઘટના છે.

બાળકીને હિંમતનગર સિવિલ ખાતે દાખલ કરાઈ:
આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ તાત્કાલિક પણે 108 સેવાને જાણ કરવામાં આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *