સુરતમાં મોડી રાતથી વરસાદ- ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો આવ્યા સામે

હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈ કાલથી સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ…

હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈ કાલથી સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં 5 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો જોવા મળ્યા છે. જાણવા મળ્યું છે કે, સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને વાહનચાલકોને પણ ભારે નુકશાની ભોગવવી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. જાણવા મળ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા કરવામાં રહી છે.

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં વિશેષ કરીને સુરતમાં 3 અને ચોર્યાસી તાલુકામાં 5 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ આવતાંની સાથે જ જનજીવન પર એની અસર સ્પષ્ટ જોવા મળી હતી. આ ઉપરાંત ઓલપાડ તાલુકામાં પણ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સવારથી સૌથી વધારે વરસાદ ચોર્યાસી તાલુકામાં નોંધાયો છે. માત્ર ચાર કલાકમાં જ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જેને કારણે રસ્તાઓ ઉપર પણ અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. સુરત શહેરમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે વરાછાના પુણા, વેસુના વીઆઈપી રોડ, અડાજણ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

સુરત શહેરમાં સવારથી જ અવિરત આવતા વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો સામે આવી હતી. પાલનપુર વિસ્તારની ગંગા-જમના સોસાયટી, અવધપુરી સોસાયટી સહિતની અન્ય સોસાયટીમાં પાણી ભરાતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા પોતે અધિકારીઓ સાથે પહોંચ્યા હતા.

હેમાલી બોઘાવાલા જણાવ્યું કે, સવારથી વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં થોડે ઘણે અંશે વોટર લોગીંગ થયું હતું. પરંતુ, અમે જાત મુલાકાત લઈને તાત્કાલિક અસરથી પંપ મુકાવીને વોટર લોગીંગ ગણતરીની મિનિટોમાં દૂર કરી દીધું હતું.

આ સાથે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે, દર વર્ષે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે તે વિસ્તારો પર વિશેષ ધ્યાન આપીને પાણીનો ભરાવો ન થાય તેમજ ડ્રેનેજ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી કે, દૂષિત પાણી સોસાયટીઓમાં ન પ્રવેશે તે તેની ખાસ કાળજી રાખવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *