માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 5 વર્ષનું બાળક સિંગદાણો ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો

Published on Trishul News at 11:17 AM, Fri, 10 November 2023

Last modified on November 10th, 2023 at 11:19 AM

5 year Old boy got stuck in a dog pipe in Surat: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષનું બાળક સિંગદાણા ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો દોડતા થઈ ગયા હતા. બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઓપરેશન કરી સીંગદાણા બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો.

સુરતમાં રહેતા 26 વર્ષીય અશ્વિન લાલસિંહ માવચી પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. અશ્વિન ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ અશ્વિનનો 5 વર્ષીય પુત્ર આરૂષ ઘરની બહાર સીંગદાણા ખાઈ રહ્યો હતો. માતા નહાવા ગઇ હતી.

માતાએ બહાર આવી જોતા પુત્રને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.(5 year Old boy got stuck in a dog pipe ) જેથી સિંગનો દાનો અટકી ગયો હોવાની શંકા જતા પરિવારજનો સાથે માતા 108માં પુત્રને લઈને સોનગઢ ખાતે હોસ્પિટલ પહોંચી હતી. ત્યાંથી વ્યારા ખાતેની હોસ્પિટલ ગયા હતા. જ્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સિવિલમાં તપાસ કરતા શ્વાસ નળીમાં ફસાયો હોવાનું જણાયું હતું.

આરુષને સિવિલ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે અંદાજે એક કલાકના ઓપરેશન બાદ સીંગદાણા શ્વાસ નળીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ બાળકની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. હાલ કોઈ તકલીફ ન હોવાનું તબીબોની કહેવું છે.

Be the first to comment on "માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 5 વર્ષનું બાળક સિંગદાણો ગળી જતાં શ્વાન નળીમાં ફસાઇ ગયો"

Leave a comment

Your email address will not be published.


*