સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો નકલી ડીગ્રી વાળો બોગસ ડોક્ટર ઝડપાયો

સુરત(Surat): આમ તો ડોક્ટર(Doctor) એટલે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેના માટે ઉચ્ચ કક્ષાનું ભણતર જોઈએ છે પણ આ જ ભગવાનના સ્વરૂપમાં કેટલાક શેતાનો ફરી…

સુરત(Surat): આમ તો ડોક્ટર(Doctor) એટલે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેના માટે ઉચ્ચ કક્ષાનું ભણતર જોઈએ છે પણ આ જ ભગવાનના સ્વરૂપમાં કેટલાક શેતાનો ફરી રહ્યા છે. જે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના ગોડાદરા(Godadra) રોડ દેવઢ રોડ પર શીતલા પ્રસાદ નામનું દવાખાનું(Shitla Prasad Hospital) આવેલું છે. ત્યાં સ્થાનિકોને આ ડોકટરની હરકત શંકાસ્પદ લાગતા તેમણે પોલીસને બાતમી આપી હતી.

પોલીસએ ત્યાં જઈ તેની ડિગ્રી ની ખરાઈ કરી હતી પણ તેની પાસે ડોક્ટર ની કોઈ ડીગ્રી નહોતી. તેથી પોલીસ જિલ્લા આરોગ્ય અધિકારી ને સાથે રાખી તેના તમામ ડીગ્રીની તપાસ કરતા તે નકલી હોવાનું બહાર આવ્યુ હતુ. પોલીસે આ નકલી ડોકટર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. જ્યાં તેની પાસે રહેલા મોટી માત્રામાં ઈન્જેકશન અને દવા અને ડોકટરના સાધનો પણ કબ્જે કરી લેવામાં આવ્યા હતા.

પોલીસ ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા અને તેની વધુ પુછ પરછ કરતા જાણવા મળ્યું છે કે આ નકલી ડોક્ટર છેલ્લા ચાર વર્ષ થી નકલી ડૉકટર નું કામ કરે છે, તે આ પેહલા સુરતના ભટાર વિસ્તારમાં આવેલા અમૃતા હોસ્પિટલમાં આસિસ્ટન ડોકટર તરીકે કામ કર્યું હતું અને હવે તે ચાર મહિનાથી ગોડાદરા વિસ્તારમાં આ દવાખાનું ચલાવતો હોવાનું કબુલ્યું છે.

વધુ પુછપરછમાં જાણવા મળ્યું છે કે, તેના પિતા પણ આ જ રીતે ડોકટરો બની લોકોની સારવાર કરે છે તેથી પોલીસએ તેના પિતા નો પણ સંપર્ક કરી તેની ડૉકટરની ડીગ્રીની ખરાઈ માટે તપાસ હાથ ધરી છે કે ખરેખર તેના પિતા ડોક્ટર છે કે, પછી તે પણ આ જ રીતે નકલી ડોક્ટર બની લોકો ના સ્વાસ્થ સાથે ચેડાં તો નથી કરી રહ્યા ને તે દિશામાં પોલીસએ આગળની વધુ તપાસ હાથ ધરી છે

હાલ તો પોલીસ લોકો ના સ્વસ્થ સાથે ચેડાં કરી લોકોના જીવ જોખમમાં મુક્તા ડોકટર ને ઝડપી લીધો છે અને હજી આવા કેટલા નકલી ડોકટર બનીને સુરતમાં ફરી રહ્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *