સુરતમાં અંબાજી દર્શને જઈ રહેલા પરિવારને દારૂડિયા ટેમ્પો ચાલકે લીધા અડફેટે અને…- ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી

Published on Trishul News at 3:34 PM, Thu, 29 July 2021

Last modified on July 29th, 2021 at 3:34 PM

સુરત(ગુજરાત): હાલમાં સુરતમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સુરતના ડીંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ ઉપર પીધેલ ટેમ્પા ચાલકે રોંગ સાઇડ પર ટેમ્પો દોડાવી બાઇક સવાર બે બાળક સહિત 5ને અડફેટે લેતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.

જાણવા મળ્યું છે કે, આ ઘટના બાદ લોકોએ ટેમ્પા ચાલકને પકડી રાખી પોલીસને સોંપી દીધો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કુમાર પરિવાર અંબાજી માતાના દર્શનાર્થે નીકળ્યું હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે સવિતા બેન કુમારએ જણાવ્યું હતું કે, આજે તેઓ પતિ રમેશભાઇ, દાદી સાસુ પુજીબેન અને બે માસુમ બાળક સહિત 5 જણા ઘરેથી બાઇક ઉપર અંબાજી માતાના દર્શનાથે નીકળ્યા હતા. આ દરમિયાન ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ ઉપર રોંગ સાઇડ પર આવતા બેફામ ટેમ્પા ચાલકે બાઇકને અડફેટે લીધું હતું જેથી આખું પરિવાર બ્રિજના રોડ પર ફેંકાઈ ગયું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે 12 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના બાદ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ટેમ્પા ચાલકને પકડી લેતા એ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. ટેમ્પામાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. લોકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી દારૂડિયા ટેમ્પા ચાલકને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં અંબાજી દર્શને જઈ રહેલા પરિવારને દારૂડિયા ટેમ્પો ચાલકે લીધા અડફેટે અને…- ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી"

Leave a comment

Your email address will not be published.


*