સુરત: દબાણ હટાવવા જતા પાલિકાની ટીમ અને લારીવાળા વચ્ચેની મારામારીનો વિડીયો વાઈરલ 

સુરત(ગુજરાત): આજકાલ સુરતમાંથી ઘણા મારામારીના વિડીયો વાઈરલ થઇ રહ્યા છે. આ દરમિયાન ફરીવાર શહેરમાં વરાછાના માતાવડી વિસ્તારમાં દબાણ દૂર કરવા આવેલા પાલિકાની ટીમ અને લારીવાળા…

સુરત(ગુજરાત): આજકાલ સુરતમાંથી ઘણા મારામારીના વિડીયો વાઈરલ થઇ રહ્યા છે. આ દરમિયાન ફરીવાર શહેરમાં વરાછાના માતાવડી વિસ્તારમાં દબાણ દૂર કરવા આવેલા પાલિકાની ટીમ અને લારીવાળા વચ્ચે માથાકૂટ થયા બાદ છુટ્ટાહાથની મારામારીના દૃશ્યો સર્જાયા હતા. જાહેરમાં પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ અને ભર ચોમાસે પસીનો પાડી પેટિયું રળી ખાતા લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે, રાહદારી લોકો દ્વારા મધ્યસ્થી કરી બન્ને પક્ષકારોને છુટા પાડતા મામલો થાળે પડવામાં આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, વરાછા ઝોન-Aની એક ટીમ આજે માતાવાડી વિસ્તારમાં ન્યૂસન્શ રૂપ સાબિત થઈ રહેલા લારી-ગલ્લાઓના દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. દબાણ હટાવવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ સાથે શરૂઆતમાં લારી-ગલ્લાવાળાઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરીને વિરોધ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, લારી ગલ્લાવાળા અસામાજીક તત્વોને તાબે થવાને બદલે દબાણ ખાતાની ટીમ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતાં ક્રોધે ભરાયેલા આ ઈસમો દ્વારા મનપાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, માર્શલની ટીમ દ્વારા આ સમગ્ર બબાલમાં મનપા કર્મચારીઓનો બચાવ કરવામાં આવતાં કોઈ કર્મચારીને ઈજા પહોંચી નહોતી. ત્યારબાદ મનપાની દબાણ ખાતાની ટીમના કર્મચારીઓ દ્વારા બપોરે વરાછા પોલીસ મથકે પહોંચીને લારી-ગલ્લાવાળાઓ વિરૂદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિત મારામારી સંદર્ભેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

સુરતમાં શાકભાજી અને ફ્રૂટ વેચી શ્રમજીવીઓ એક ટાઈમનું કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ, સુરતમાં દબાણખાતાની ટીમના દબાણના નામે તેમની લારીઓ જપ્ત કરી લેવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ સુરતમાં સામે આવી ચુકી છે અને વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને ભૂતકાળમાં સુરતમાં વિરોધ પણ થયો છે અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. પરંતુ, આ વીડિયો વાઇરલ થતા દબાણ ખાતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, કોરોનાની મહામારી અને કડક નિયંત્રણોને લઈને દરેક વર્ગના લોકોની આર્થિક રીતે હાલત મુશ્કેલીમાં મુકાઈ છે. બીજી બાજુ સુરતમાં વિવિધ નિયમનો હેઠળ રોડ પર પાથરણું કરી અથવા લારી ચલાવી શાકભાજી વેચતા લોકો પર દબાણ ખાતા દ્વારા ક્રાયવાહી કરવામાં આવે છે. ભૂતકાળમાં તેને લઈને અનેક ઘર્ષણના વીડિયો પણ સામે આવી ચુક્યા છે. આ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *