સુરતમાં ઘરેથી દવા લેવા જવાનું કહીને યુવકે ઝાડ પર ફાંસો ખાધો, યુવકની હત્યા કે આત્મહત્યા ઘેરાતું રહસ્ય…..

ગુજરાતમાં આવેલ સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસે ઝાડ પર સવારના સમયે યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પોલીસને જાણ…

ગુજરાતમાં આવેલ સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ પાસે ઝાડ પર સવારના સમયે યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને નીચે ઉતારી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં મજૂરી કામ કરતો યુવક ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો. એક વર્ષ અગાઉ યુવકના લગ્ન થયા હતા ત્યારે કયા સંજોગોમાં ફાંસો ખાધો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિસ્માંતારમાં ચકચાર મચી

સુરતમાં વધુ એક વખત ઝાડ પર લટકતી લાશ મળી આવતા પોલીસ હરકતમાં આવી છે. અલથાણ વિસ્તારમાં આવેલા સોહમ સર્કલ નજીક લગભગ 25 ફૂટ ઊંચા ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ સ્થાનિકોએ જોતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતક ભટારના ખોડિયારનગર ખાતે રહેતો વિપુલભાઈ દિનેશભાઈ ડામોર(ઉ.વ.22)ના હોવાનું તથા કડિયા કામની મજૂરી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ દાહોદના વિપુલના એક વર્ષ અગાઉ લગ્ન થયા હોવાનું અને ઘરેથી રાત્રિના સમયે દવા લેવા જવાનું કહીને નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *