સુરતમાં યુવકે પાર કરી હેવાનિયતની તમામ હદો: શ્વાનના પગ અને મોઢાના ભાગે કુહાડીના ઘા મારી…

સુરત(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં મૂંગા પ્રાણીઓના હાથ-પગ કાપી નાખવામાં આવે છે તેમ્હ વાહનોની નીચે કચડી નાખવામાં આવે છે. આ…

સુરત(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં મૂંગા પ્રાણીઓના હાથ-પગ કાપી નાખવામાં આવે છે તેમ્હ વાહનોની નીચે કચડી નાખવામાં આવે છે. આ દરમિયાન, સુરતના ઉત્રાણ દેવીકૃપાસોસાયટીની સામે હળપતિવાસમાં ક્રુરતાપૂર્વક પગ અને મોઢાના ભાગે કુહાડીના ઘા મારી કૂતરાંને ગંભીર ઈજા પહોંચાડનાર યુવક સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ઘર બહાર સુતેલા યુવકને કૂતરાંએ નખ મારવાની અદાવત રાખી કૂતરાં પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ 1962 નામની સંસ્થાએ કૂતરાને સારવાર આપ્યાનું સર્ટી પણ પોલીસ દ્વારા પુરાવાના ભાગે લેવામાં આવ્યું છે. અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, ઉત્રાણ દેવીકૃપા સોસાયટીની સામે હળપતિવાસમાં રહેતા સંજય સુખાભાઈ રાઠોડ ગત.તા.૩ જુલાઈએ રાત્રે પોતાના ઘર બહાર સૂતો હતો.

આ દરમિયાન, ઉંદ૨ની પાછળ કૂતરું દોડતા દોડતા સંજયના માથેથી ભુસ્કો મારતા તેના નખ સંજયના ગળા ઉપર વાગી ગયા હતા. જેની અદાવત રાખી બીજા દિવસે સાંજે સંજય રાઠોડ શેરીની બહાર ફરતા કૂતરાને ક્રુરતાપૂર્વક પગના ભાગે કુહાડીના ઘા મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે ચેતન જવેરી દ્વારા સંજય રાઠોડ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નામ ન લખવાની શરતે શ્વાન પ્રેમીએ જણાવ્યું હતું કે, બંધારણમાં પણ એક શ્વાન પર આટલી ક્રુરતાપૂર્વક હુમલો કરનાર વિરુદ્ધ સખત સજાની જોગવાઈ છે. હુમલો કરનાર સામે અનેક પુરાવા છે અને નજરે જોનારાઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. હાલ અમરોલી પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *