સુરતમાં ગુનેગારો બેફામ- બાળકીનું અપહરણ કરી સુમસામ જગ્યાએ લઇ જઈ કરી નાખી હત્યા, દુષ્કર્મ થયું કે નહી તે દિશામાં તપાસ શરુ

દિવસેને દિવસે હવસખોરોની સખ્યા વધતી જાય છે. સુરત(Surat)ના પુણાગામ(Punagam) વિસ્તારની એક ઘટના આવી છે. પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક 5 વર્ષની બાળકીની હત્યા…

દિવસેને દિવસે હવસખોરોની સખ્યા વધતી જાય છે. સુરત(Surat)ના પુણાગામ(Punagam) વિસ્તારની એક ઘટના આવી છે. પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક 5 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે. અપહરણ(Kidnapping) બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા છે હજુ આ બાબતે આગળ તપાસ શરૂ છે.

વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાની જાણકારી મળી છે. એસીપી બી.એમ.વસાવાએ જણાવ્યું હતું કે રાત્રે અઢી વાગ્યે બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી.

જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. એમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને હાલ પોસ્ટમોટર્મ માટે મોકલી અપાયો છે.

બે ઈસમેએ કર્યું હતું અપહરણ
શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે 2.30 વાગ્યા આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું.

બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી. હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *