ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતમાં હજુ દુર્લભ પટેલ આત્મહત્યાનો મામલો ઉકેલાયો નથી ત્યાં બીજુ જમીન કૌભાંડ આવ્યું સામે…

સુરતમાં દુર્લભ પટેલ આપઘાત કેસમાં મામલે હજુ તમામ આરોપીની ધરપકડ થઈ નથી. એવામાં સુરતમાંથી બીજો જમીન કૌભાંડ મામલો સામે આવી રહ્યો છે. મળતી વિગતો અનુસાર સનરાઈઝ ગ્રુપ ઓફ કંપની દ્વારા કરોડો રૂપિયાનો જમીન પ્લોટ ફાળવી હાથ ઊંચા કરી દેવાયાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. એક પ્લોટ પર પાંચ પાંચ વ્યક્તિઓના બોગસ દસ્તાવેજ કરવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજિત ચંદ્ર પાલ, યોગેશ ચંદ્ર પાલ, અનિલ પાટીલ દ્વારા કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં કોઇપણ જાતનો પ્લોટ અસ્તિત્વમાં ન હોવા છતાં લોકો પાસેથી રૂપિયા લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપી અજીત ચંદ્ર પાલ સિંહની પોલીસ સાથે સાંઠગાંઠ હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

પોલીસ સાથેના સેટિંગ દ્વારા આ કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અગાઉ પણ લાભાર્થીઓએ અજિત ચંદ્ર પાલને ડીંડોલી પોલીસને સોંપ્યો હતો. પરંતુ પોલીસે પણ કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વિના તેને છોડી દીધો હતો. હવે સામાન્ય લોકોની મહેનતની કમાણી છેતરપિંડીમાં સમાણી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ પ્લોટની ફાળવણીની છેતરપિંડીમાં લોકોના કરોડો રૂપિયા સલવાયા છે. તો શું આ ગુનેગારો વિરુદ્ધ પોલીસ કમિશનર અજય તોમર કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું. ભોગ બનનારા પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા હતા. અને પોલીસ કમિશનર અજય તોમર ને આવેદન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en