સુરત- પતિના મોતનું કારણ બની પત્ની! CCTV માં કેદ થયો પતિની ખૌફનાક હત્યાનો LIVE વિડીયો

સુરત(surat): શહેરમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. જહાંગીરપુરા વિસ્તાર(Jahangirpura area)માં પત્નીએ પતિની…

સુરત(surat): શહેરમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. જહાંગીરપુરા વિસ્તાર(Jahangirpura area)માં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. ગત 20 મેના રોજ 28 વર્ષીય ચંદ્રશેખર બાગડી ટેરેસ પરથી નીચે પટકાયો હતો. ચંદ્રશેખરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ચંદ્રશેખર ટેરેસ પરથી નીચે પટકાય તે ઘટનાના CCTV ફૂટેજ(CCTV footage) પણ સામે આવ્યા છે. ચંદ્રશેખર બાગડી પોતાના ફ્લેટની બીજા માળની બાલકનીમાંથી નીચે પટકાયો હતો. ત્યાર બાદ પત્ની ભારતીએ મૃતક ચંદ્રશેખર ના ગળામાંથી દુપ્પટો કાઢી સાઈડમાં ફેંકી દીધો હોવાનો પરિવાર દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પરિવાર દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, પત્ની ભારતીએ ચંદ્રશેખર બાગડીની હત્યા કરી છે. પત્નીએ પ્રેમી સાથે મળી પહેલા પતિની હત્યા કરી ત્યાર બાદ પતિને ટેરેસ પરથી નીચે ફેંકી નાટક કરતી હતી. જહાંગીરપુરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી છે. પરિવારે હત્યાની કલમ ઉમેરવા પોલીસ કમિશ્નરને રજુઆત કરી.

હત્યાની ઘટનાનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જેમા સ્પસ્ટપણે જોવા મળી રહ્યું છે કે, ચંદ્રશેખર ટેરેસ પરથી નીચે પટકાય છે. ત્યાર બાદ પત્ની ભારતી મૃતકના ગળામાંથી દુપ્પટો કાઢી સાઈડમાં ફેંકી દીધો હતો, તેવો પરિવાર દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે. મૃતક ચંદ્રશેખર બાગડી સુરત મનપામાં સિક્યુરિટી માર્શલની નોકરી કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *