પ્રેમીને પામવા પરણીતા પોતાના જ પતિની હત્યારી બની- સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો

આજકાલ પ્રેમસંબંધને લઈને ઘણા ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે. “જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ” એ કહેવત મુજબ સુરેન્દ્રનગરના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે…

આજકાલ પ્રેમસંબંધને લઈને ઘણા ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે. “જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ” એ કહેવત મુજબ સુરેન્દ્રનગરના અંતરીયાળ ગામ ઢાંકળીયા ગામે એક ઘટના બની છે. અહી પત્નીએ આડાસંબંધમાં પોતાના પતિનો  જીવ લઈ લીધો છે. નિંદ્રાધીન પતિને ગળામાં દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી આ મહિલાએ પતિ અને પત્નીના સંબંધોને લાંછન લગાડી દીધું છે. 

એક મહિલાએ પારકા પુરુષના પ્રેમમાં પાગલ થઈ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. જાણવા મળ્યું છે કે, મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી અને નફ્ફટ એવી આ સ્ત્રીએ પતિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં તેના પાપનો ભાંડો ફૂટી ગયો હતો.

હદ તો ત્યાં થઈ કે, આ સ્ત્રીએ ઠંડા કલેજે પોતાના પતિની હત્યા કરાવ્યાં બાદ આખા પરિવારને અકસ્માતે મોત થયાનું નાટક કર્યું અને અંતિસંસ્કાર પણ કરાવડાવી દીધા હતાં. આ દંપતી સુરેન્દ્રનગરના સાયલાના ઢાંકણિયા ગામની વાડીમાં રહેતું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જેમાભાઈ અને પત્ની રેખાબેન બંને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં હતાં.

અચાનક 13/5/2021ના રોજ રાતના એકાએક રેખાબેને જેમાભાઇના કુંટુબના લોકોને રાતના સમયે ફોન કરીને જેમાભાઇનું ઢોર કાઢતા વાડીના વાડમાં ફસાઇ જતા ફાસો લાગી જતાં મૃત્યુ થયાનું જણાવ્યું હતું. આ અંગે પરિવારજનોએ પોલીસને જાણ કરવાની વાત કરી પણ રેખાએ મગરના આસુ પાડી પતિની ચીરફાડ થશે તેવું કારણ આપ્યું. અને બારોબાર અંતિમસંસ્કાર કરાવી દીધા. પરંતુ પરિવારજનોને કઈક કાળું-ધોળું લગતા વાડીએ જઈને તપાસ કરી તો પગ તળેથી જમીન સરકી ગઈ.

ત્યાં જઈને જોયું તો વાડીના ખાટલામાં લોહીવાળા નિશાન હતાં તેમજ એક રૂમાલ પણ લોહીવાળો હતો. જે પરથી શંકા જતાં કોઇએ સાયલા પોલીસને અરજી મોકલતા પોલીસ દ્વારા તાત્કાલિક ઢાંકણીયા ગામે પહોચી તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક જેમાભાઇની પત્નીની કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર ઘટના પરથી પડદો પડી ગયો. મૃતક જેમા વાઘેલાની પત્ની રેખાને સોનગઢ ગામના ભરત રંગપરા સાથે આડાસંબંધ હતાં અને આ પ્રેમસંબંધમાં તેને તેનો પતિ જેમાભાઈ અડચણરૂપ લાગતો હતો.

આખરે બંનેએ કાંટો હટાવવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેથી તેણે પ્રેમીને બોલાવોયો અને વાડીએ સૂતેલા પતિના ગળે દુપટ્ટો અને સાડીથી ફાંસો આપ હત્યા કરી નાખી. આ દરમિયાન તેમની એક ભૂલ ત્યાં થઈ કે, જેમાભાઈના મોઢામાંથી લોહી નીકળતું હતું ત્યારે રૂમાલ મોઢામાં દબાવી લોહી બંધ કર્યું અને તે રૂમાલ ઘટના સ્થળે જ પડ્યો રહ્યો જે પોલીસના હાથે લાગ્યો અને સમગ્ર ઘટનાનો ખુલાસો થયો.

હાલ પોલીસ દ્વારા પ્રેમી સાથે મળી પતિની હત્યા કરનારી આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.હાલ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ અંતે ખોટી વાર્તા ઘડી પતિના અંતિમસંસ્કાર કરી પ્રેમી સાથે રહેવાની આ સ્ત્રીની ઈચ્છા અધૂરી જ રહી ગઈ. ના પતિ મળ્યો અને ના પ્રેમી મળ્યો. આખરે બંનેને જેલમાં રહેવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *