રુપિયાની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ: પત્ની સહિત ત્રણ બાળકો નોધારા બન્યા – જાણો ક્યાંની છે હિચકારી ઘટના

Published on: 5:47 pm, Fri, 24 June 22

સુરેન્દ્રનગર(Surendranagar): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચારી ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. આ ઝગડાનું સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારજનોના પાંચથી વધુ સભ્યો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. જ્યારે પરિવારના ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. હાલ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

1 56 - Trishul News Gujarati murder, Sanjaybhai Panara, surendranagar

મળતી માહિતી અનુસાર, સંજયભાઇ પનારા નામનો યુવક વઢવાણમાં દૂધની ડેરી પાછળ રહે છે. સંજયભાઇને આ જ વિસ્તારમાં રહેતા ભાવિન સોમાભાઇ કોળી નામના શખ્સ સાથે રૂપિયા 50 હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે સંજયના પરિવારજનો ભરતભાઇ પનારા, વિનોદભાઇ પનારા,વિપુલભાઇ, કમલેશભાઇ પનારા સહીતનાઆે આરોપી ભાવિનના ઘરે સમજાવવા માટે ગયા હતાં.

2 49 - Trishul News Gujarati murder, Sanjaybhai Panara, surendranagar

પરંતુ આ દરમિયાન ઉશ્કેરાયેલા સામેના પરિવારજનોના ભાવિન, રવિ, દશરથભાઇ, મરઘાબેન, રાહુલ આ દરેકે સંજયના પરિવારજનો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કર્યા હતા. જેમાં કમલેશભાઇ પનારાને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. જેને કારણે આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ સિવાય અન્ય ચાર વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતાં.

3 42 - Trishul News Gujarati murder, Sanjaybhai Panara, surendranagar

આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ મૃતકની લાશને પીએમ માટે મોકલી દેવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. માત્ર રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે યુવકનું ઢીમ ઢાળી દેતા મૃતકના ત્રણ બાળકો અને પત્નિ સહિતનો પરિવાર નોંધારો બન્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.