કાળજું કંપાવતો LIVE વિડીયો- રોકેટ ગતિએ જતી બે બસો સામસામે અથડાતા એકસાથે 30 લોકો…

તમિલનાડુ(Tamil Nadu)ના સાલેમ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત(Accident) જોવા મળ્યો છે. ત્યાં બે ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ…

તમિલનાડુ(Tamil Nadu)ના સાલેમ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત(Accident) જોવા મળ્યો છે. ત્યાં બે ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના બસમાં લાગેલા સીસીટીવી(CCTV)માં કેદ થઈ ગઈ છે. કાળજું કંપાવતો LIVE વિડીયો સામે આવતા લોકો પણ ચોંકી ગયા છે. કોંગનાપુરમ પોલીસ સમગ્ર મામલા અંગે કેસ નોંધીને ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે 50 મુસાફરો સાથેની એક ખાનગી બસ સાલેમ જિલ્લાના ઇડાપ્પડીથી તિરુચેંગોડે જવા નીકળી હતી. તેવી જ રીતે, એક ખાનગી કોલેજની બસ તિરુચેંગોડેથી ઇડાપ્પડી તરફ આવી હતી. આ દરમિયાન, બંને બસો ઇડાપ્પડી-સનકાગિરી મુખ્ય માર્ગ પર સામસામે અથડાઇ હતી. આ અકસ્માતમાં 30થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ અને કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.

અકસ્માતનો આ વિડીયો જોઇને તમારા રૂવાડા પણ બેઠા થઇ જશે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઇ નથી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસનો આગળનો ભાગ જોરદાર રીતે અથડાઈ છે અને આગળના ભાગનો ભુક્કો બોલી જાય છે.

વીડિયોમાં જોવા મળે છે કે, બસ સવાર તેની લેનમાં આરામથી ડ્રાઇવ કરી રહ્યો હતો પરંતુ સામેથી એક બસ ખોટી લેનમાં આવી રહી હતી અને જોરદાર ટક્કર મારી હતી. બસનો ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય પેસેન્જર બસની વિન્ડ શીટ સાથે અથડાય છે. જેના કારણે કાચ તૂટી જાય છે અને કાચનો ટુકડો ડ્રાઈવરના માથામાં ઘુસી જાય છે અને તે ઈજાગ્રસ્ત થઇ જાય છે. પીડિતોને સાલેમને એડપ્પડીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *