બોટ પલટી જતા બિહારના મોતિહારીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 22 લોકો ડૂબ્યા પાણીમાં, એક બાળકનું મોત

બિહાર: બિહારના મોતીહારીથી એક મોટા અને દુઃખત સમાચાર આવી રહ્યા છે. અહીંના શિકારગંજ પોલીસ સ્ટેશન(Shikarganj Police Station) વિસ્તારના ગોધિયા ગામ પાસે બોટ અકસ્માત(Boat accident) સર્જાયો…

બિહાર: બિહારના મોતીહારીથી એક મોટા અને દુઃખત સમાચાર આવી રહ્યા છે. અહીંના શિકારગંજ પોલીસ સ્ટેશન(Shikarganj Police Station) વિસ્તારના ગોધિયા ગામ પાસે બોટ અકસ્માત(Boat accident) સર્જાયો છે. બૂઢી ગંડક નદી(Old Gandak river)માં હોળી પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન આશરે 22 લોકો(22 people drowned) ડૂબી ગયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જયારે હજુ 16 લોકોની શોધખોળ શરુ છે. તેમાંથી એક બાળકીનું મોત(Death of a child) નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે લગભગ 11 વાગ્યે બોટ દુર્ઘટના બાદ સીકરખાના ઘાટ પર ભયનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકોનું મોટું ટોળું એકઠું થવા લાગ્યું છે. સ્થાનિક ડાઇવર્સને પણ રેસ્ક્યુ કરવા માટે લાગવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ NDRF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ત્યાબાદ ટીમે ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. અનેક વહીવટી અધિકારીઓ સહિત પોલીસ દળના કર્મચારીઓ સ્થળ પર હાજર થઇ ગયા છે. એટલું જ નહીં, સ્થાનિક ગ્રામજનો સહિત અન્ય લોકોએ રાહત અને બચાવની કામગીરીમાં મદદ માટે આગળ આવ્યા છે. પ્રશાસનના જણાવ્યા મુજબ, બોટ કયા કારણસર ડૂબી ગઈ હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ NDRF ની ટીમ દ્રારા લોકોની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો. મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જ્યાં વર્ધા નદીમાં બોટ ડૂબી જતાં 11 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 8 ની શોધખોળ હજુ ચાલુ છે. અમરાવતીના ગલેગાંવ વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *