સુરતના પુણા વિસ્તારમાં તબેલામાં લાગી આગ- જુઓ પશુઓના હાલ

પુણા વિસ્તારમાં આવેલી પુણા પોલીસ ચોકી પાસે આગની એક ઘટના સર્જાઈ હતી. ગાય-ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આગ અંગે જાણ…

પુણા વિસ્તારમાં આવેલી પુણા પોલીસ ચોકી પાસે આગની એક ઘટના સર્જાઈ હતી. ગાય-ભેંસના તબેલામાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આગ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ક્યા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે.

ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

તબેલામાં પતરાની ઉપર નાખેલા ઘાંસ તથા તબેલાની અંદરના ઘાંસમાં લાગેલી આગના મોટી હોવાના કારણે ડુંભાલ,કાપોદ્રા,ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ અને કતારગામ તથા ડિંડોલી ફાયરબ્રિગેડની ટીમ અગ્નિ શામકો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં છે.

લોકોના ટોળા એકઠાં થયાં

ગાય-ભેંસના તબેલામાં આગ લાગતાં દૂર દૂર સુધી ધૂમાડા દેખાયાં હતાં. જેથી આસપાસના રોડ પરથી પસાર થતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને લોકો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. જેથી રસ્તા પર પણ ટ્રાફિક સર્જાયો હતો.

પોલીસની ટીમ ઘટના સ્થળે

આગ લાગવાની જાણ થતાં પુણા પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોના ટોળાના વિખેરવાની સાથે ટ્રાફિક હલ કર્યો હતો. સાથે જ પોલીસ દ્વારા ફાયરબ્રિગેડની કામગીરીમાં અડચણ રૂપ લોકોને ઘટના સ્થળેથી દૂર વિખેરવાની કામગીરી હાથ ધરી હતી.

પશુઓને તાત્કાલિક છોડી દેવાયા

મીનેશ મગનભાઈ ડાહ્રાભાઈની માલિકીના આ તબેલામાં લગભગ પોણા બાર વાગ્યા આસપાસ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ 15-20 જેટલા પશુઓ તબેલામાં બંધાયેલા હતાં. જેથી તેમને તાત્કાલિક છોડી મુકી દઈને બચાવી લેવામાં આવ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.

પતરાના શેડના કારણે મુશ્કેલી નડી

ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પરંતુ પતરાના શેડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલીનો પડી હતી.

છાપરા ઉપર ઘાસ રખાયું હતું

નીચે ગાય ભેંસ બાંધવાનો તબેલો હતો અને ઉપરના છાપરે પશુઓ માટેની નીરણ માટેની વ્યવસ્થા કરાઈ હતી. નીચે દુકાનો હતી. દુકાનોમાંથી કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

ઘાંસમાં આગ ઝડપથી પ્રસરી

ઘાંસમાં આગ લાગતાં તે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. જેથી ધૂમાડાના કારણે આસપાસના લોકોને મુશ્કેલી પડી હારી. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *