ભારતના આ મંદિરમાં હનુમાનજી સ્ત્રી રૂપમાં છે બિરાજમાન, જાણો તેનું કારણ

દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સ્ત્રી રૂપમા નજર આવે છે. આ પ્રાચીન મંદિર બીલાસપુર ની નજીક આવેલ છે. હનુમાનજીની અહીંના સ્ત્રીવેશમાં આવવા ની…

દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સ્ત્રી રૂપમા નજર આવે છે. આ પ્રાચીન મંદિર બીલાસપુર ની નજીક આવેલ છે. હનુમાનજીની અહીંના સ્ત્રીવેશમાં આવવા ની કથા દસ હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. બિલાસપુર થી 25 કિલોમીટર દુર એક સ્થાન છે જેનું નામ રતનપુર છે.

આ સ્થળને મહામાયા નગરી પણ કહેવામાં આવે છે. આ દેવસ્થાન પૂરા ભારતમાં સૌથી અલગ છે અને તેનું મુખ્ય કારણ મહામાયા દેવી અને ગિરિજાબંધમાં સ્થિત હનુમાનજીના મંદિર છે.અહીંની ખાસ વાત એ છે કે આખા વિશ્વમાં એકમાત્ર હનુમાનજીનું મંદિર છે જ્યાં હનુમાનજી નારી સ્વરૂપ માં બિરાજમાન છે. અહીં હનુમાનજીના દરબારમાંથી કોઇ ખાલી હાથે પરત નથી જતું ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.

પૌરાણિક કથા અનુસાર અહીં મહત્વ માનવામાં આવતા દેવસ્થાન વિશે એવી માન્યતા છે કે લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં રતનપુર ના રાજા પૃથ્વી દેવજી કોઢના રોગથી પીડાઇ રહ્યા હતા. તેઓએ ઘણા ઇલાજ કરાવ્યા પરંતુ કોઈ દવા કામ આવી ન હતી.

આ રાજા એ સપનામાં જોયું કે સંકટ મોચન હનુમાનજી તેમની સામે હતા અને તેમનો એક દેવી જેવો અવતાર હતો.તેઓનું રૂપ વાનર જેવું હતું પરંતુ પૂંછડી ન હતી. હનુમાનજી રાજાને કહ્યું કે હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું અને તારા કષ્ટ અવશ્ય દૂર કરીશ. અહીંયા એક મંદિરનું નિર્માણ કર અને તેમાં મારી પ્રતિષ્ઠા કર. મંદિરની પાછળ એક તળાવ છે ત્યાં સ્નાન કરીને મારી વિધિવત રીતે મૂર્તિ નું સ્થાપન કર. આવું કરવાથી તારી શરીરમાં રહેલ કોઢનો નાશ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *