કોરોનાગ્રસ્ત સભર્ગા એક હોસ્પીટલથી બીજી હોસ્પિટલ ભટકતી રહી પરંતુ કોઈએ પ્રસૂતિ કરી નહિ છેવટે…

જયારે એક સામાન્ય પરિવારની ગર્ભવતી મહિલાની પ્રસુતિ નજીકમાં જ હોય અને ત્યારે જો તેને કોરોનાનો ચાપ લાગે તેમજ સગર્ભા અવસ્થાના સાડા આઠ મહિના તપાસ કરાવી…

જયારે એક સામાન્ય પરિવારની ગર્ભવતી મહિલાની પ્રસુતિ નજીકમાં જ હોય અને ત્યારે જો તેને કોરોનાનો ચાપ લાગે તેમજ સગર્ભા અવસ્થાના સાડા આઠ મહિના તપાસ કરાવી હોય એ ડોકટર હવે પ્રસૂતિ કરાવવાની ના પડે અને બીજા દવાખાને જવાનું કહે અને નવા દવાખાનાના ડોક્ટર સિઝેરિયન સહિત ત્રણ લાખનો ખર્ચ થવાનું કહે ત્યારે સામાન્ય પરિવારની જેવી હાલત થાય તેવું જ જયેશભાઇ જાદવ નામના વ્યક્તિ સાથે થયું હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, જયેશભાઈ જાદવના પત્ની જ્યોતિબહેન જાદવ ગર્ભવતી હતા. તેમણે એક ડોક્ટરને ત્યાં નોંધણી કરાવી. આ જાગૃત દંપતિ નિયમિત ચેક અપ કરાવતા હતા. બધું સુખરૂપ ચાલી રહ્યું હતું, આ દરમિયાન જ જ્યોતિબહેનને કોરોનાનો ચેપ લાગ્યો. જેથી જયેશભાઇએ જ્યાં નોંધણી કરાવી હતી તે તબીબને જાણ કરી, તો એ તબીબે કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ કરાવવા માટેની જરૂરી વ્યવસ્થાના અભાવે ના પાડી. અને તેમણે નવા તબીબનું સરનામું ચીંધ્યું અને ડોકટર સારા છે તેમ કહ્યું. વાજબી ચાર્જ લેશે એવું આશ્વાસન પણ આપ્યું.

એટલે આ દંપતી તે તબીબને ત્યાં ગયા. એમણે તો રોકડું પરખાવ્યું કે રૂપિયા 1.50 લાખ આગોતરા ભરવા પડશે અને દવા, સિઝેરિયનથી પ્રસૂતિ આ બધું મળીને 3 લાખ જેવો ખર્ચ થશે. જયેશભાઇને તો આ સાંભળી જાણે આંખે અંધારા આવી ગયા. મધ્યમવર્ગી પરિવાર માટે આ ગજા બહારની વાત હતી.

તેવા સમયે GMERS ગોત્રી ખાતે કાર્યરત ડો.હિરેન પ્રજાપતિ તેમની મદદે આવ્યા અને આ સરકારી દવાખાનાના ગાયનેક વિભાગના ડો.અંજલિ સોનીનો સંપર્ક કર્યો. તેમણે તે સમયે વિભાગમાં ફરજ પર હાજર ડો.એના અને ડો.સ્મિતને આ કેસ સંભાળવાની સૂચના આપી. ગાયનેક વિભાગના હેડ ડો. આશિષને આ અંગે જાણ કરવામાં આવી. તેમના માર્ગદર્શન હેઠળ ડો.એના અને ડો.સ્મિતે સુખરૂપ પ્રસૂતિ કરાવી અને માં તેમજ નવજાત શિશુની જરૂરી કાળજીપૂર્વક દેખરેખ કરી હતી.

અને ખરા આશ્ચર્યની વાત તો હવે આવે છે. ડો.એના અને ડો.સ્મિત અને તેમના સહયોગી તબીબો, ટીમે આ કોરોનાગ્રસ્ત સગર્ભાની વિશેષ કાળજી સાથે સલામત અને નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. જયેશ જાદવે પાઠવેલા એક લાગણીથી છલકાતા આભાર પત્રમાં જણાવ્યું છે કે, ફરજ પરના તબીબો, નર્સ બહેનો તેમજ ટીમે ખૂબ જ સહયોગ અને માર્ગદર્શન આપ્યું છે.

તેમણે બધું સારું જ થશે તેવુ આશ્વાસન આપીને અમારું મનોબળ મક્કમ કર્યું હતું. ખરેખર અહીંના ડોકટરો દાક્તરીના ભણતર વખતે લીધેલા શપથ સાચા ઠેરવે છે. આ સરકારી દવાખાનું સાચો રાહ બતાવે છે અને સહયોગ આપે છે. હું અને મારો પરિવાર દિલથી તેમના આભારી છીએ.

જાણવા મળ્યું છે કે, ગોત્રી હોસ્પિટલમાં લગભગ કોરોના મહામારીની શરૂઆતથી ડો.આશિષ શાહ અને તેમની સમગ્ર ટીમ ગાયનેક વિભાગમાં કોરોનાનો ચેપ ધરાવતી સગર્ભાઓ માટે અલગ લેબર રૂમ અને અલગ ટીમ રાખીને સલામત પ્રસૂતિ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, આ હોસ્પિટલમાં કોરોના સગર્ભા માટેના પ્રસૂતિ રૂમથી સાવ અલાયદી જગ્યાએ નોર્મલ લેબર રૂમ કાર્યરત રાખવામાં આવ્યો છે. ઉપરાંત પહેલેથી નોર્મલ પ્રસૂતિની સુવિધા ઉપલબ્ધ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *