લીફ્ટમાં માથું ફસાઈને ફાટી જતાં કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું, જાણો ક્યાંની છે આ ઘટના     

હાલમાં એક એવો કેસ બન્યો છે જેમાં 3 માળની આર.આર ફ્રૂટ્સ નામની જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઇ જતા તેનું મૃત્યુ…

હાલમાં એક એવો કેસ બન્યો છે જેમાં 3 માળની આર.આર ફ્રૂટ્સ નામની જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઇ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારને થતા મૃતદેહને લઇ ઘરે પહોંચી ગયા હતા. જોકે, પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની કામગીરી હાથ ધરી છે. લિફ્ટમાં ફસાયેલા યુવાનનું માથુ ફસાઇ જતા અવાજ આવ્યો હતો. જેના કારણે માલિક અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ દોડધામ CCTVમાં કેદ થઇ ગઇ હતી.

કાન્હાભાઇ ભરવાડ પરિવાર સાથે રહેતો હતો. તે 15 દિવસ પહેલા જ આર.આર ફ્રૂટ્સમાં નોકરી પર લાગ્યો હતો. બપોરના સમયે ફ્રુટ શોપના માલિક રમેશભાઇ પોતાના કાઉન્ટર પરથી ખુરશીમાં બેઠો હતો. ત્યારે સંજય નામનો કર્મચારી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન કાન્હા ભરવાડ ફ્રુટ્સનો જથ્થો લઇને લિફ્ટમાં ત્રીજે માળે ગયો હતો. અને આ દરમિયાન અચાનક અવાજ આવતા સંજય ત્યાં દોડી ગયો હતો. જ્યાં તેણે જઈને જોયું તો કાન્હાનું માથુ લીફ્ટમાં ફસાઇ જતા તે મૃત્યુ પામ્યો હતો. આ જોઇને તે ચોંકી ગયો હતો.

લિફ્ટમાં માથુ આવી જતા લોહીના ફુવારા ઉડ્યા હતા. આ લોહી દુકાનના ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવી પહોંચ્યું હતું. દુકાનનામાં માલિક પણ ઘટના જોઇને સ્તબ્ધ રહી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ કાન્યા ભરવાડની પરિવારજનોને કરાતા 15 જેટલા લોકો દુકાન પર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલા પરિવાર કાન્હાનો મૃતદેહ લઇને અંતિમવિધિ માટે રવાના થઇ ગયા હતા.

આ દરમિયાન દુકાન પર પહોંચેલી પોલીસને મૃતદેહ પરિવારજનો લઇ ગયા હોવાની જાણ થતા તુરંત જ પોલીસ મૃતકના ઘરે પહોંચી અને મૃતદેહને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે બપોરના સમયે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર પામી ગઈ હતી. બીજી તરફ બાજી નવાપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના વડોદરાના ખંડેરાવ માર્કેટમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *