પિતાએ લીધો દીકરી પર થયેલા દુષ્કર્મનો બદલો! એક જ પરિવારના છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

Published on: 4:52 pm, Mon, 20 June 22

એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં વ્યક્તિએ એક જ પરિવારના છ સભ્યોની હત્યા કરી હતી. આ ઘટના વિશાખાપટ્ટનમના જટ્ટડા ગામમાં બની હતી, હત્યા કર્યા બાદ આરોપીએ પોતાને પોલીસને હવાલે કરી દીધો હતો. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે જૂની દુશ્મની હતી અને મૃતક પરિવારના એક સભ્યએ હત્યાના આરોપીની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ અંગેની માહિતી મળતાં જ પીડિતાના પિતા પાગલ થઈ ગયા હતા અને ઉશ્કેરાયેલા શખ્સે આ કામ ને અંજામ આપ્યું હતું. દુષ્કર્મનો આરોપી હાલ ફરાર હોવાનું કહેવાય છે, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અને એક વ્યક્તિએ એક જ પરિવારના છ સભ્યોની કેવી રીતે હત્યા કરી તે અંગે ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

હવે આ ભયાનક ઘટના બાદ સમગ્ર ગામમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પોતાને પોલીસને સોંપ્યા બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર પણ કબજે કર્યું છે.

તે જ સમયે, પોલીસનું કહેવું છે કે વ્યક્તિએ બદલો લેવા માટે એક પરિવારના છ લોકોની હત્યા કરી હતી. જેમાં ત્રણ મહિલા, બે બાળકો અને એક ૬૭ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.