આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો ચોખા- સેવન માત્રથી થાય છે અજોડ ફાયદા

મોટાભાગે લોકો ભાત ખાવાનું પસંદ કરતા હોય છે. અને ઘણા લોકો ભાતને તેમના રોજીંદા આહારમાં સામેલ પણ કરે  છે. લગભગ દરેક ભારતીય ભાત ખાવાનું પસંદ…

મોટાભાગે લોકો ભાત ખાવાનું પસંદ કરતા હોય છે. અને ઘણા લોકો ભાતને તેમના રોજીંદા આહારમાં સામેલ પણ કરે  છે. લગભગ દરેક ભારતીય ભાત ખાવાનું પસંદ કરે છે. ભાતને અલગ-અલગ વસ્તુઓ સાથે ખાવામાં આવે છે. કેટલાકને ભાત સાથે કઢી ખાવાનું ગમે છે તો કેટલાકને રાજમા. ભાતમાંથી ઘણી ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ડાયેટિંગ કરનારા લોકો મોટાભાગે ભાત ખાવાનું ટાળતા જોવા મળે છે. જો કે, ઉનાળામાં ભાત ખાવા પણ હેલ્દી માનવામાં આવે છે.

ડાયેટિંગ કરનારા લોકો ભાત ખાવાનું ટાળે છે કારણ કે ડાયેટિંગ કરનારા લોકોનું માનવું છે કે ભાત ખાવાથી વજન વધે છે. ચોખા ખાવાને લઈને લોકોમાં ઘણી અલગ અલગ ગેરમાન્યતાઓ હોય છે. આવી પરીસ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે, શું ચોખા ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? કે ભાત ખાવાથી વજન વધે છે?

કાર્બોહાઇડ્રેટ્સથી ભરપુર:
ચોખા એક એવો ખાદ્ય પદાર્થ છે, જેમાં કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચોખાના સેવનથી શરીરને એનર્જી મળે છે અને આ એનર્જી આપણા શરીરના દરેક અંગને ખુબ જ જરૂરી છે.

શુગર લેવલ નિયંત્રિત કરે છે:
લોકો દ્વારા ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા ભાતથી અંતર રાખવું જોઈએ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, જો ચોખાને તમારા ભોજનથી દુર કરવામાં આવે તો તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અસરકારક છે. આ ઉપરાંત એક કડાઈમાં ભાતમાં ઘી, દહીં, કઠોળ વગેરે શાકભાજી ઉમેરીને ખાવાથી સુગર લેવલ પર અસર ઓછી થાય છે.

સરળતાથી પચવામાં મદદરૂપ:
ચોખા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સરળતાથી પચી જાય છે. એવું કહેવાય છે કે ભાતનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવે છે. પ્રાચીન સમયમાં, ચોખાનો ઉપયોગ દવા તરીકે થતો હતો. આજે પણ પેટ સંબંધિત સમસ્યાઓ દરમિયાન ચોખાનું સેવન કરવામાં આવે છે, તેમજ ચોખાને ખીચડી તરીકે સૌથી વધુ ખાવામાં આવે છે.

ત્વચાની સુંદરતા વધારવામાં અસરકારક:
કદાચ તમે જાણતા જ હશો કે, ચોખા ત્વચા સંબંધિત અનેક રોગોને દૂર કરવામાં કારગર સાબિત થાય છે અને તે તમારી સુંદરતામાં પણ નિખાર લાવવાનું કામ કરે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ચહેરા પરથી કરચલીઓ દૂર કરે છે અને ખીલ દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે.

ચોખા વાળને મજબૂત બનાવે છે:
તમને જણાવી દઈએ કે વાળને લાંબા, જાડા અને મજબૂત બનાવવામાં પણ ચોખાનો વિશેષ ફાળો છે. તે ઉપરાંત જો તમારે પણ લાંબા, જાડા વાળ જોઈએ છે, તો તમે તમારા રંગમાં ચોખાનો સમાવેશ કરી શકો છો.

સોડિયમની માત્રા શૂન્ય બરાબર:
કહેવાય છે કે, ચોખામાં સોડિયમનું પ્રમાણ નહિવત હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનથી પીડિત દર્દીઓ દરરોજ પણ તેનું સેવન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *