સુરતમાં વધુ એક ધમધમતા કૂટણખાનાનો થયો પર્દાફાશ- એક સાથે ચાર મહિલાઓ એવી હાલતમાં હતી કે…

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલ ગૌરવ પથ રોડ પર આવેલ કોરલ પેલેસમાં સ્પા-મસાજ(Spa-massage)ની આડમાં ધમધમી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા રેડ(Police Red) કરીને…

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલ ગૌરવ પથ રોડ પર આવેલ કોરલ પેલેસમાં સ્પા-મસાજ(Spa-massage)ની આડમાં ધમધમી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા રેડ(Police Red) કરીને આ કૂટણખાનાને પકડી પાડવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ દ્વારા ચાર મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી હતી અને આ કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

માહિતી મળતાની સાથે પોલીસે પાડી હતી રેડ:
સુરત શહેરમાં સ્પા-મસાજના આડમાં દેહ વ્યાપારના ધંધો કરતા ઇસમોને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ક્રાઈમ બ્રાંચ પોલીસ, મિસિંગ સેલની ટીમ સહિતની પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે મિસિંગ સેલના પીઆઈ જીએ પટેલ તથા તેમની ટીમના માણસોને બાતમી મળી હતી. જેના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં નક્ષત્ર એમ્બેસીથી ગૌરવપથ રોડ પાસે આવેલ શેવીઓન ચાર રસ્તાની સામે કોરલ પેલેસના બીજા માળે ચાલતા સ્પા-મસાજ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ કૂટણખાનાને ઝડપી પાડવામાં આવ્યું હતું.

દુકાન ભાડે રાખીને ચાલી રહ્યું હતું કૂટણખાનું:
દુકાન માલિક સાગર ખાને દુકાન ભાડે રાખીને સંચાલક તરીકે સલામ ઉધ્ધીન ઉર્ફે સાહીદ શેખને રાખવામાં આવ્યો હતો. જેમાં બાતમીના આધારે પોલીસે સંચાલક સહિત ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસને તેમની પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ આરોપીઓની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *