મોદી સરકાર લાવી રહી છે મધ્યમ વર્ગ માટે ખુશખબર, વાંચો પુરી ખબર…

કેન્દ્રની મોદી સરકારે આર્થિક આધારે અનામત આપ્યા બાદ મધ્યમવર્ગને ખુશ કરવાના વધુ એક પ્રયાસના ભાગરુપે કેન્દ્ર સરકાર ઈન્કમટેક્સ ભરવામાં અપાતી છુટની સીમા 2.5 લાખથી વધારીને પાંચ…

કેન્દ્રની મોદી સરકારે આર્થિક આધારે અનામત આપ્યા બાદ મધ્યમવર્ગને ખુશ કરવાના વધુ એક પ્રયાસના ભાગરુપે કેન્દ્ર સરકાર ઈન્કમટેક્સ ભરવામાં અપાતી છુટની સીમા 2.5 લાખથી વધારીને પાંચ લાખ રુપિયા સુધી કરી શકે છે. આ વાત કોઈ ગપ્પુ નથી પરંતુ વિશ્વસનીય વ્યક્તિઓ પાસેથી મળેલ છે.

નોટબંધી અને GST ના કારણે બેહાલ મિડલ ક્લાસને રાહત આપવાના ભાગરુપે આ નિર્ણય લેવાઈ શકે છે.આ ઉપરાંત મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સને પણ ફરી અમલમાં મુકવામાં આવે તેવી શક્યતા છે.

હાલમાં અઢી લાખ રુપિયાની વાર્ષિક આવક સુધી ટેક્સ ભરવાનો નથી હોતો.જ્યારે અઢી લાખથી પાંચ લાખની વચ્ચેની આવક પર 5 ટકા અને 5 થી 10 લાખની આવક પર 20 ટકા તથા 10 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.જોકે સિનિયર સિટિઝન્સમાટે ટેક્સમાં પ લાખની આવક સુધી છુટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *