આ શખ્સને જોઇને ભીમની યાદ આવી જશે, ખંભા પર ભેંસ અને ઘોડાને લઈને દોડી રહ્યો છે

Published on: 3:34 pm, Thu, 27 May 21

હિંદુ ધર્મનો પ્રખ્યાત ગણાતો એવા મહાભારત ગ્રંથને મોટા ભાગના લોકોએ ટીવી પર જોયો હશે કે સાંભળ્યો હશે. જયારે આ મહાભારતમાં પુત્ર ભીમ વિશે પણ તમે જોયું અને સાંભળ્યું હશે. માનવામાં આવી રહ્યું છે કે તેમની પાસે દસ હજાર જેટલા હાથીઓની શક્તિ હતી. જોકે હાલનો સમય જોતા આવી શક્તિ કોઈ વ્યક્તિ પાસે હોવી અશક્ય છે. પરંતુ અમેં તમને જણાવી દઈએ કે દુનિયામાં એવી પણ એક વ્યક્તિ છે જેની તાકાત જોઇને તમને ખુબ જ નવાઈ લાગશે.

દિમિત્રી ખલાદજી નામના વ્યક્તિની શક્તિ જોઈને તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દિવસોમાં યુક્રેનમાં રહેતા દિમિત્રી ખલાદજીની સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પરની તેમની તાકાતને જોઇને લોકોને નવાઈ લાગી છે. દિમિત્રી ખલાદજીના ઘણા ફોટા અને વિડીઓ સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યા છે, જેમાં તેમણે ખંભા પર બળદ અને ઘોડા જેવા ભારે પ્રાણીઓને ઉપડ્યા છે. આટલું જ નહીં, પરંતુ દિમિત્રી ખલાદજીએ એક સાથે 6 લોકોને પણ ઉઠાવ્યા છે.

દિમિત્રી ખલાદજીના અનોખા પરાક્રમોની ઇન્સ્ટાગ્રામ પેજ પર અનેક મનમોહિત કરનાર તસવીરો છે, એક ફોટામાં તેમણે એક યુવતીને પોતાના એક હાથ દ્વારા પકડી રાખી છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે દિમિત્રી ખલાદજી પહેલા સર્કસમાં કામ કરતો હતો, તે દાંત વડે લોખંડના સળિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવા માટે પણ પ્રખ્યાત હતો.

એટલું જ નહીં, પરંતુ આગળના ફોટામાં તમે જોઈ શકો છો કે દિમિત્રી ખલાદજી પણ ઘોડાની સાથે જોવા મળી રહ્યો છે. દિમિત્રી ખલાદજી સાથે બળદ પણ હારી માની લે છે, બીજા વીડિયોમાં તે તેના ખંભા પર બળદને પકડી રહ્યો છે. દિમિત્રી ખલાદજીના આશ્વર્યજનક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા યૂઝર્સે મજેદાર પ્રતિક્રિયા આપી છે અને તો કેટલાય યુઝર્સે આ વિડીઓને લાઈક અને શેર પણ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.