સામે આવી ODI વર્લ્ડકપ 2023 ની તારીખ, આ તારીખે એકબીજા સાથે ટકરાશે ભારત અને પાકિસ્તાન

IND vs PAK / ICC ODI World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાની પદે થવાનો છે. હવે આ વર્લ્ડ કપને લઈને…

IND vs PAK / ICC ODI World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાની પદે થવાનો છે. હવે આ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકબઝ (Cricbuzz) ના અહેવાલ મુજબ વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.

ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે

પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા જઈ રહી છે. 15 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની સંભાવના છે. ટૂર્નામેન્ટની શરૂઆત અને ફાઇનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે રમશે.

Cricbuzz એ પણ પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે સંમત થઈ ગયું છે. પરંતુ એવા અહેવાલો છે કે, પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં ગ્રુપ મેચ રમવા માંગતી નથી. કામચલાઉ કાર્યક્રમ મુજબ, 1992ની વર્લ્ડ કપ વિજેતા ટીમ પાકિસ્તાન તેની મેચો અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમશે.

મોહાલી-નાગપુરમાં મેચ નહીં થાય!

અમદાવાદ ઉપરાંત ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા તેમજ ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈમાં વર્લ્ડ કપ મેચોની યજમાની કરવાનો મોકો મળવા જઈ રહ્યો છે. જ્યારે મોહાલી અને નાગપુરને યજમાન શહેરોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલની યજમાની કરનાર વાનખેડે સ્ટેડિયમને આ વખતે સેમીફાઈનલ મેચની યજમાની કરવાનો મોકો મળી શકે છે.

અત્યાર સુધીમાં World Cup 2023 માટે આઠ ટીમો ક્વોલિફાય થઈ છે

આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચો યોજાવાની છે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા આ ​​મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. અને બાકીની બે ટીમો જૂન-જુલાઈ મહિનામાં ઝિમ્બાબ્વેમાં યોજાનારી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ, નેપાળ, ઓમાન, સ્કોટલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યજમાન ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

2019 વર્લ્ડ કપની જેમ આ વખતે પણ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં મેચો રમાશે, જેમાં દરેક ટીમ એક વખત બીજી ટીમ સામે રમશે. એટલે કે ગ્રૂપ સ્ટેજની સમાપ્તિ બાદ તમામ ટીમો 9-9 મેચ રમી હશે. ગ્રૂપ-સ્ટેજમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.

World Cup 2023 ના મહત્વના અપડેટ્સ:

1. ઓપનિંગ મેચ: 5 ઓક્ટોબર, ન્યુઝીલેન્ડ વિ ઈંગ્લેન્ડ, અમદાવાદ
2. ભારતની પ્રથમ મેચઃ ઓસ્ટ્રેલિયા તરફથી
3. ભારત-પાકિસ્તાન મેચઃ 15 ઓક્ટોબર, અમદાવાદ
4. ફાઈનલ મેચ: 19 નવેમ્બર, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *